SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર ધર્મસંગ્રહ ગુરુ ભાર સારોદ્ધાર ગા. દૂર પ્રમાર્જના અને પછી એ જ પ્રમાણે બે હાથે પકડેલી મુહપત્તિથી મુખના મધ્ય-જમણી – ડાબા ભાગને પ્રમાર્જતાં “સિગારવ, ધિગારવ, શાતાગારવ પરહરૂ ચિંતવવું, તે ત્રણ મુખની પ્રમાર્જના જાણવી. પછી એ જ પ્રમાણે પકડેલી મુહપત્તિથી હદયના મધ્ય, જમણ અને ડાબા ભાગને પ્રમાર્જતાં “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂ? એમ ભાવવું, તે ત્રણ હૃદયની પ્રમાર્જના, પછી પુર્વની જેમ જમણા હાથમાં વધૂટકથી પકડેલી મુહપત્તિ વડે વાંસાની પાછળના ભાગ સહિત જમણા ખભાની, અને એ જ રીતે ડાબા હાથે પકડીને વાંસાની પાછળના ભાગ સહિત ડાબા ખભાની અને જમણી કક્ષાની, પછી જમણા હાથથી વધૂટક કરી ચોથી ડાબી કક્ષાની પ્રમાર્જના કરવી. આ ચાર પીઠની પ્રમાર્જના જાણવી. તેમાં અનુક્રમે “કોઇપરિહરૂં, માનપરિહરૂં, માયાપરિહરૂં અને લોભ પરિહરૂm વિચારવું. પછી ઢીંચણથી પગના પાવલા સુધી જમણા પગનો મધ્ય, જમણ અને ડાબે ભાગ પ્રમાર્જતાં “પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું ” ચિંતવવું અને એ જ રીતે ડાબા ઢીંચણથી નીચે સુધી ત્રણ પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની જયણું કરું? એમ ચિંતવવું. અહીં દેહની મુખ્યતા માની આ પચીશ અંગપડિલેહણના બેલ કા, (આ વિધિ ગુરુગમથી સમજી તે રીતે પડિલેહણમાં ઉદ્યમ કરે. એમાં ચિંતવવાના પચાસ બેલ કહ્યા તે શાસનનું પરમ તત્ત્વ છે, ઉપગ પૂર્વક તેનું ચિંતન કરતાં વિશિષ્ટ આત્મશુદ્ધિ થાય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે- જે કે પડિલેહણુમાં સામાન્ય હેતુ જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, તો પણ મનરૂપી માંકડાને વશ કરવા માટેનો આ પરમ ઉપાય છે, એમ શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે. માટે જ રાત્રે પણ મુહપત્તિનું પડિલેહણ સફળ છે. ૩. પચીસ આવશ્યક- બે અવનમન, એક યથાજાત, બાર આવર્તે, ચાર શિર્ષ, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ, એમ કુલ પચીસને ગુરુવંદનમાં અવશ્યકરણીય હોવાથી આવશ્યકે કહ્યાં છે. તેમાં અવનત= પ્રારંભમાં “ઈચ્છામિ ખમાસણ” વગેરે બેસીને વંદનની ઈચ્છા પ્રગટ કરતે શિષ્ય કટીથી મસ્તક સુધી કંઈક નમે, તે અવનત અથવા અવનમન. બે વંદનનાં મળી બે જાણવાં. યથાજાત = જન્મની જેમ વર્તન. મનુષ્યને જન્મ એક માતાની કુખેથી અને બીજે દીક્ષા લેતાં સંસારના પ્રપંચરુપ માયાની કુખેથી એમ સાધુને બે થાય, તેમાં જેમ પહેલા જન્મ વખતે બે હાથ મસ્તકે જોડેલા હોય છે, અને દીક્ષા વખતે માત્ર અધોવસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ પાસે હોય છે. તેમ વંદન વખતે પણ અધેવસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ ત્રણ જ ખાય છે અને બે હાથ લલાટે લગાડાય છે, એ રીતે યથાજાત જાણવું. તે બે વંદનનું મળી એક કહ્યું છે, આ કારણે ચલપટ્ટો, મુહપત્તિ અને એશે તથા ઘાનાં અંદર બહારનાં બે નિષદ્યાં, એ પાંચ ઉપકરણોને પણ યથાજાત કહેલાં છે. કારણ કે સાધુને તે અવશ્ય પાસે રાખવાનાં હોય છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy