________________
- ૧૮
ધમસંગ્રહ ગુ૦ ભાવ સાદ્વાર ગ. ૬૧
દેષ નથી. મુખ્યતયા તે આરતિ–મંગળદી, ગોળ, કપૂર વગેરેથી ઉતારવાથી વિશેષ ફળ મળે છે. લૌકિક શાસ્ત્રોમાં પણ “દેવની સન્મુખ કર્પરને દીપક કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે અને કુળનો ઉદ્ધાર થાય” એમ કહ્યું છે.
સ્નાત્રાદિ ક્રિયાઓમાં સામાચારીના ભેદથી વિવિધતા જોવામાં આવે તે પણ રાગદ્વપ કર નહિ, કારણ કે વિધિભેદ છતાં જેનું સાધ્ય એક હોય તે ખંડન કરવા યોગ્ય નથી. પ્રાચીન શ્રીગણધરો આદિની સામાચારીમાં પણ ઘણું ભેદ છે, માટે જ અનુષ્ઠાન-ધમં આગમ કે પરંપરાને અનુસરતું હોય તે કેઈને પણ અસંગત ગણાતું નથી.
(ત્રણ પ્રકારના જીવોમાં બાળ મધ્યમ અને બુધ જને મંડનાત્મક ઉપદેશ હિતકર છે, પંડિત-બુદ્ધિવાળાને મંડન કરી શકાય તે ખંડનાત્મક ઉપદેશ પણ લાભ કરે. વર્તમાનમાં પરમત સહિષ્ણુતા ઘટતી જતી હોવાથી ખંડન પદ્ધતિ વધી રહી છે, તેથી શાસનસંઘને લાભ કરતાં હાનિ અધિક થઈ રહી છે. માટે ગ્રન્થકારનું સૂચન ખૂબ હિતકર છે) - લુણ, આરતિ, મંગળદીપ, વગેરે પરંપરાથી સર્વગોમાં સૃષ્ટિક્રમે ઉતારવામાં આવે છે. વળી સ્નાત્ર મહોત્સવમાં વિસ્તારથી પૂજા પ્રભાવનાદિ કરવાનું વિધાન છે, તેથી બીજા ભવમાં તેનું ઘણું શ્રેષ્ઠ ફળ મળે, પ્રભુના જન્મ સમયે મેરૂ-પર્વત ઉપર સઘળા દેવએ કરેલા જન્મ મહોત્સવના અનુકરણ રૂપ હોવાથી સ્નાત્ર એક મહાન, ઉત્તમ અને કલ્યાણકારી ક્રિયા છે.
જિનપ્રતિમાઓ અનેક પ્રકારની હોય છે. તેની પૂજન વિધિ અંગે સમ્યકત્વ-પ્રકરણમાં કહ્યું છે કે- કોઈ પિતાનાં માતા - પિતા -દાદા વગેરેની કરાવેલી પ્રતિમાનું, તે કોઈ પિતે વિધિથી કરાવેલી પ્રતિમાનું, તે કોઈ (પૂજામાં પ્રતિમા કરાવનારનું કોઈ મહત્વ નથી માટે મમત્વ છેડીને) સર્વ પ્રતિમાઓનું પૂજન એક સરખી રીતે કરવું એમ કહે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કોઈએ અવિધિથી ભરાવેલી હોય તેનું પૂજન કરતાં અવિધિની અનુમતિરૂપ દેષ લાગે તેનું શું ? આ પ્રશ્ન અસ્થાને છે, આગમમાં તે દેષ જણાવ્યું નથી, ઉલટું બૃહત્ક૫ભાષ્યમાં તો (“નિરામિનિટ્સ” ગાથામાં) બીજા ગચ્છની સામાચારીથી ભરાવેલી પ્રતિમાને પણ પૂજવી એવું સ્પષ્ટ વિધાન છે.
અહીં સુધી ધનિકને મંદિરે જવાન, પૂજન, સ્નાત્ર વગેરે સર્વવિધિ કહ્યો, અઋદ્ધિમાન તે પિતાના ઘેર જ સામાયિક કરીને રસ્તે લેણદાર વગેરેથી વિન થવા સંભવ ન હોય તે સાધુની જેમ ઈરિચાસમિતિ શોધ મંદિરે જાય, ત્યાં પિતાની સંપત્તિના અભાવે દ્રવ્યપૂજા કરવાને અશક્ત હોય અને મંદિરનું “પુષ્પ ગુંથવાં” વગેરે ભક્તિનું કાર્ય કરવા ગ્ય હોય તે સામાયિક લીધા વિના જ જાય અને જાતમહેનતથી ભક્તિ કરે. જો કે ભાવસ્તવ હોવાથી