________________
[13 જે અહિંના એક સંપૂર્ણ પાલન વિના એ પ્રાપ્તિ શક્ય જ નથી, તે અહિંસા કેવળ શરીરથી જ નહિ, વચનથી અને મનથી પણ તેનું પૂર્ણ પાલન થવું જોઇએ. જેન શાસનમાં અહિંસાના કાયિક પાલન માટે વિવિધ ઉત્તમ આચારે જણાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે રચાદ્વાદ સિદ્ધાન્તનું નિરૂપણું છે. સ્યાદ્વાદ એક એવી ન્યાય બુદ્ધિ છે કે તેમાં સત્યના કેઈ પણ અંશને અસ્વીકાર કે અસંત્યને કોઈ પણ અંશને સ્વીકાર સંભવિત નથી.
આ ગ્રન્થનાં પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગો/સારિતાના “ન્યાય સંપન્ન વિભવથી માંડીને પ્રકૃતિસૌમ્યતા સુધીના પ્રત્યેક નિયમનું પાલન એ સ્યાદ્વાદ સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વભૂમિકા છે. આ માર્ગોનુસારિતાથી માંડીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મની ટેચ સુધીના સર્વઆચાર સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમને આ ગ્રન્થમાં એવી રીતે વર્ણવ્યા છે કે તેને વાચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં જ નહિ, પણ સ્યાદ્વાદરૂપી ન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને
પ્રત્યેક વિચાર કે ઉરચાર કઈને કઈ એક અપેક્ષાને આશ્રીને જ થાય છે, તે પૂર્ણ સત્ય ત્યારે બને છે કે જ્યારે અન્ય સર્વ અપેક્ષાઓ તેમાં ભળે, અને તે વસ્તુ કે વિષયના સમગ્ર સ્વરૂપને સ્વીકારે. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ મેલગામી ત્યારે બને કે તેની પાછળ પૂર્ણતા પ્રાપ્તિને ઉદેશ હેય, અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપે તેને સ્વીકારાય. પ્રવૃતિ પોતે કદી પૂર્ણ બનતી નથી, પણ પૂર્ણતામાં હેતુ હોવાથી અપૂર્ણને પણ પૂર્ણ મનાય છે, એમ સ્ટાદ્વાદી અંતરથી સદા માનતો હોય છે.
.
. . . . . વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યને ઘાત કે વિરેાધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદ્વાદને પરિણુમાવ-તે છે. કેઈ કહે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં રખડે છે, કોઈ કહે ક્રિયાનાં અભાવે ભટકે છે, ત્યારે સ્યાદ્વાદી કહે છે કે સ્યાદ્વાદ પરિણતિના અભાવે રખડે છે. “મુક્તિમાર્ગમાં આગળ વધવા સૌથી અધિક જરૂરી સત્યનું મમત્વ અને અસત્યમયે મમત્વ છે,, એવી સમજણ ત્યારે પ્રગટે છે ત્યારે જીવમાં સ્યાદ્વાદની રૂચિ પ્રગટે છે અને સ્યાદ્વાદીઓનાં વચને અને નિરૂપણે તેને અમૃતતુલ્ય મીઠાં લાગે છે.
- ધમક્સગ્રહ નામને આ ગ્રન્થ સ્યાદ્વાદને દરિઓ છે, સ્યાદ્વાદી એવા: મહૈયાકાય શ્રી માનવિજ્યજી ગણી એના કર્તા છે અને મહારાદાદા: મહાપાધ્યાય શ્રી યશવિજયજી ગણિવર એના સંશોધક તથા ટિપણુકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગોના સંગ્રહ ઉપરાન્ત પ્રત્યેક વિષયમાં ઔચિત્ય અૌચિત્યને પૂર્ણતયા વિવેક કરવામાં આવે છે. કયી ભૂમિકાવાળા જીવને કે ધર્મ કેટલે કેવી રીતે