SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રધ્યાન રૌદ્રધ્યાન પણ ૪ પ્રકારે છે,- ૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. તેયાનુબંધી, અને ૪. સંરક્ષણાનુબંધી, શ્રી ઉમાસ્વાતિવાચકવર્ચે તત્વાર્થ મહાશાસ્ત્ર (અ. ૯, સૂ. ૩૬) માં કહ્યું છે, “હિંસા-ડતૃત–સ્તેય–વિષય-સંરક્ષણે રૌદ્રમ.” અર્થાત્ હિંસા, જૂઠ, ચેરી અને ઈન્દ્રિયવિષયનાં સંરક્ષણ માટે શૈદ્રધ્યાન થાય છે. “રૌદ્ર” એટલે ભયાનક, યાને આત કરતાં અતિ ક્રૂર ઉગ્ર. આ હિંસાદિ ચારમાંથી ગમે તે એક પર ચિત્ત ક્રૂર ચિંતનમાં ઊતરી જાય છે ત્યાં રૌદ્રધ્યાન લાગું થયું કહેવાય. કર્મબંધનું જજમેન્ટ ધ્યાન પર – અહીં ધ્યાનમાં રહે કે આમાં હિંસાદિ ક્રિયા આચરવાની વાત નથી, હિંસા કશી ન કરતો હોય, વાણુથી જૂઠ કાંઈ પણ બોલતો ન હોય, છતાં મનમાં એ કરવા–બોલવાને ક્રૂર ઉગ્ર અભિપ્રાય, ચિંતન, ચેટ એ રૌદ્રધ્યાન છે. જેવું આર્તમાં એવું રૌદ્રમાં કાયાથી પ્રવર્તવાનું કે વાણીથી બલવાનું કહ્યું હોય નહિ, પણ માત્ર મનથી એનું દઢ ચિંતન કરે એ આર્ત-રૌદ્રધ્યાન છે, ત્યારે ચોવીસે કલાક મન તે કાંઈને કાંઈ ચિંતવતું હોય
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy