SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ધ્યાનશતક લાગી જવાને. એથી એ કમશઃ આગળ વધતાં વધતાં અંતે મોક્ષ પામે છે. સવાલ માત્ર એટલે કે, ઔષધાદિ કેવાં સેવે ? એવાં કે જે નિરવ યા અલ્પસાવદ્ય હેય. “અવદ્ય” એટલે પાપ, ખાસ કરીને જેમાં સાક્ષાત્ યો પરંપરાએ હિંસાનું કરણ–કરાવણ-અનુ મેદન હોય એ. એ પાપ વિનાને નિરવઘ ઉપચાર મુનિ સેવે, અથવા જેમાં બહુ અલ્પ પાપ હોય એ સાવદ્ય ઉપચાર લે. દા. ત. દવા કે પથ્ય માટે જ ગામમાં ત્રણવાર ફરી આવવા છતાં સહજ સ્વાભાવિક ગૃહસ્થ પિતાના જ માટે કરી રાખેલું ઔષધ-પગ્ય ન મળ્યું તે અતિ અલ્પ દેષવાળું એ લેવું પડે તે. આ રીતે સાલંબસેવી અલ૫ સાવદ્ય પણ સેવે તેય તે નિર્દોષ છે, કેમકે નિર્દોષતા અંગે આ શાસ્ત્રવચન મળે છે કે, “ગીય જયણાએ કડજેગી કારણુમિ નિોસો” અર્થાત્ ગીતાર્થ યાને શાસ્ત્રજ્ઞ પુરુષ રત્નત્રયીનાં પાલન અર્થે કારણ ઉપસ્થિત થયે યતનાપૂર્વક ત્રિપર્યટનાદિ શાસ્ત્રવિધિ - સાચવીને દેજવાળું પણ સેવે તેમાં એ નિર્દોષ છે. - પ્રહ–જૈન શાસ્ત્ર આવું દેષવાળું સેવવાનું કેમ કહે છે? ઉ–જિનાગમ ઉત્સગ અને અપવાદ ઉભયરૂપ માર્ગ બતાવે છે. ઉત્સર્ગ એટલે મુખ્ય વિધિ યા નિષેધ. “અપવાદ એટલે એનાથી દેખીતું વિરુદ્ધ, પરંતુ સરવાળે એને અનુકૂળ કરવાનું આચરણ. પ્રસંગ આવ્યે આ જરૂરી હોય છે, નહિતર તે એકલા ઉત્સર્ગને આગ્રહ રાખવા જતાં, એવી કેઈપરિસ્થિતિમાં એ શક્ય હોય નહિ તેથી પરલેકહિત
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy