________________
ર
ધ્યાન શતક
देविंदचक्कवट्टित्तणाई गुणरिद्धिपत्थणमईयं ।
અમે નિયતિ માળખુરાયમરચંત છે ૧ | - દેવેન્દ, ચકવતી પણાના સૌંદર્યાદિ ગુણની અને સમૃદ્ધિની યાચના સ્વરૂપ નિયાણાનું ચિંતન થાય છે; તે અધમ છે, અત્યંત અજ્ઞાનતાભર્યું છે. (એ ચેથા પ્રકારનું આતધ્યાન છે.) ચિંતન, એ પણ આર્તધ્યાન છે.
ત્યારે ભૂતકાળ અંગે પણ પૂર્વે ટકી ગયેલા કે આવી મળેલા વિષય-વસ્તુ–વેદના અંગે એકાગ્ર વિચાર આવે કે “એ ઠીક ટકેલા, ઠીક મળેલા, એ બહુ અનુકૂળ આવી ગયેલા,” તો એ અતીત સંબંધી આર્તધ્યાન છે.
પ્ર—કેવા જીવને આવું આર્તધ્યાન થાય?
ઉ૦–જે રાગરક્ત હોય, રાગ-નેહ–આસક્તિથી ભાવિત હોય, એને એથી આવું આર્તધ્યાન થાય છે. મૂળમાં રાગ આકર્ષણ હોવાથી મન રાગના વિષયમાં એવું લાગી જાય છે કે “એ વિષય મળે હેય તે કેમ ન જાય, ન ખરચાય વગેરે જળજથામાં તન્મય બને છે, અને ન મળ્યો હોય તે “કેમ મળી આવે, કેમ વધે” વગેરે ચિંતનમાં મશગુલ થાય છે. જીવને રાગ ક્યાં નથી ? કેટકેટલીક ઢગલાબંધ વસ્તુ ઈષ્ટ છે? ત્યારે મન તે કામ કરતું જ રહેવાનું. એમાં પછી આ આર્તધ્યાન કેટલાંય ડગલે ને પગલે ચાલવાનાં. આ ત્રીજા પ્રકારની વાત થઈ.
૪. આતધ્યાન: નિદાનાનુબંધી હવે આર્તધ્યાનને એ પ્રકાર બતાવે છે–