SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ર આર્તધ્યાન तह सूलसीसरोगाइवेयणाए विजोगपणिहाणं । तदस पओगचिंता तप्पडिआराउलमणस्स ॥ ७ ॥ તથા શૂળ, શિરવ્યાધિ વગેરેની વેદનામાં તેના નિવારણના ઉપાયમાં વ્યાકુળ મનવાળાને એ વેદના કેમ જાય. અગર (ભાવીમાં) ન આવે એની દઢ ચિંતા (એ આર્તધ્યાન).. વિવેચન: ૨. આર્તધ્યાન : વેદનાનુબંધી પેટ-છાતી-દાંત–આંખ-કાન વગેરેના શૂળ, તીક્ષણ પીડા યા શૂળ વિનાના પણ મસ્તક, પેટ, આંતરડાં આદિના અનેકાનેક પ્રકારના રોગ-વ્યાધિ-તકલીફમાંથી ઊઠતી વેદના, કડવા અનુભવ થવા પર થતાં દુઃખદ સંવેદન, “એ કેમ ટળે, કેમ મિટે એનું ક્ષણવાર પણ તન્મય ચિંતન થાય એ વર્તમાન અંગે આર્તધ્યાન થયું. તેમ જ ગમે તેમ કરીને એ ટળી કે મિટી, તેય ભવિષ્ય અંગે “એ કેમ હવે કદીય મારે, ન આવે એવી દઢ ચિંતા થાય એય આર્તધ્યાનને બીજે પ્રકાર છે. એમ ભૂતકાળ અંગે પણ થાય, જે પૂર્વે અનુભવેલી વેદના યાદ આવતાં, “અરે, એ બહુ દુઃખદ ! કેટલી એની પીડા ! ટળી તે ઠીક થઈ ગયું” એવું ચિંતન થાય, અગર “બીજાને પીડા આવી, મારે નહતી આવી તે સારું થયું' એમ દઢ ચિંતન ચાલે, એય વેદનાનું આર્તધ્યાન. પ્ર.—કેવા જીવને આ વેદનાનું આધ્યાન થાય? * " ઉ–જેને વેદનાનું નિવારણ કરવા માટે એના પ્રતિ કારમાં યાને નિવારક ઉપાયમાં ચિત્ત વ્યાકુળ હોય. દા. ત.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy