SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક એકાગ્ર ચિંતન એ ધમ્મધ્યાન. (૪) આઠ પ્રકારના કર્મમળને શોધે, અથવા શેકને કિલામણા-હાસ-નાશ પમાડે તે શુકલધ્યાન. આ ચાર પ્રકારનાં બયાન છે. ધ્યાનની કાર્યજનકતા? હવે આ દરેક દયાન કેવાં કેવાં ફળનું કારણ છે એને વિચાર આ પ્રમાણે ઉપર્યુક્ત વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ છે કે આ અને રૌદ્રધ્યાન એ બે અશુભ થાન છે, ત્યારે ધમ્ય ને શુકલધ્યાન એ બે શુભ ધ્યાન છે. શુભ ધ્યાન નિર્વાણ યાને સુખનાં કારણ અને અશુભ ધ્યાન ભવ યાને દુઃખનાં કારણું છે. “નિર્વાણને સામાન્ય અર્થ શાંતિ, સુખ એ થાય. ત્યારે ધર્મેધ્યાનથી દેવગતિ અને શુકલધ્યાનથી સિદ્ધિગતિ મળે, ત્યાં સુખ મળ્યું એમ કહેવાય. કહ્યું છે– अट्टेण तिरिक्खगई रुद्दज्झाणेण गम्मती नरयं । धम्मेण देवलोयं सिद्धिगई सुक्कझाणेण ।। એટલે, આર્તથી તિર્યંચગતિ, રૌદ્રથી નરકગતિ, ધર્મે થી સ્વર્ગગતિ અને શુકલધ્યાનથી સિદ્ધિગતિ મળે છે. પ્ર–આમ છતાં “નિર્વાણ ને વિશેષ અર્થ મા એ થાય છે, તે અહીં ધર્મેધ્યાનને મેક્ષસાધન કહ્યું એ શી રીતે ? ઉધમ્ય ધ્યાન આગળ જઈને શુકલધ્યાન પમાડવા દ્વારા મેક્ષપ્રાપ્તિ કરાવનારું બને છે, માટે એને મેક્ષસાધન કહેવામાં બાધ નથી. દા. ત. સમ્યગ્દર્શન આગળ જઈને
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy