________________
सुक्कझाणसुभावियचित्तो चिंते झाणविरमेऽवि । णिययमणुपेहाओ चचारि चरितसंपन्नो ॥ ८७ ॥
અ:—શુક્લધ્યાનથી ચિત્તને જેણે સારું ભાવિત કર્યું છે એ ચારિત્ર-સપન્ન આત્મા ધ્યાન બંધ થવા પર પણ અવશ્ય ચાર અનુપ્રેક્ષાનું ચિંતન કરે,
ધ્યાનના અધિકારમાં એ સાથે જ કહેવાઈ ગયુ છે; તેથી હવે એના પછીનું ‘અનુપ્રેક્ષા' દ્વાર વર્ણવવામાં આવે છે, એ માટે કહે છે,—
વિવેચન :— શુકલધ્યાનમાં અનુપ્રેક્ષા
.
· ચારિત્રસ'પન્ન મહાત્મા શુલધ્યાનમાં ચઢયા હોય,પરંતુ ધ્યાન છે એટલે સતત અંતમુર્હુત થી વધુ ટકે નહીં, તેથી માંડેલું એક ધ્યાન અંતર્મુહુતૅ ખંધ થાય, તે પછી એમને ચિત્તના વ્યાપાર,શે ચાલે ?’ એવે સવાલ થાય; એના જવાખમાં કહે છે કે એ મહાત્મા અવશ્ય ચાર અનુપ્રેક્ષા ચિંતવનારા હોય. આનું કારણ એ છે કે એમને ધ્યાન’ છે એટલે માત્ર એકાગ્ર ચિંતન કરી બેસી નથી રહ્યા, કિન્તુ એનાથી પેાતાના આત્માને ‘સુભાવિત’ યાને સારી રીતે ભાવિત કર્યાં છે, ચિંતનના ર'ગથી ખૂબ રંગી દીધા છે. તેથી એકાગ્ર ધ્યાન પૂરું થયુ તે તરત અનુપ્રેક્ષારૂપ ચિંતન શરૂ થઈ જાય છે. સુભાવિતતાના કારણે મન આહટ્ટ દેહટ્ટ વિચારોમાં પડતું નથી, પરંતુ હવે કહેશે તે આશ્રવ દ્વાર આદિ ચાર પૈકી કાઈ પણ માખત પર ચિંતન– અનુપ્રેક્ષા ચાલુ થઈ જાય છે.