________________
૨૫૮
ધ્યાનશતક ને ક્રોધની સંજ્ઞાને પુષ્ટ કરવાનું કર્યું છે, પણ હવે આ ઊંચા માનવભવમાં ય ફરી એને પુષ્ટ કરવાનું કરીશ તે પછી એનું શેષણ કરવાનું, એનામાં હાસઘસારે કરવાનું કયા ભવમાં અને ક્યારે કરીશ? (૧૦) કોધથી ચંડકેશિયા જીવ સાધુની જેમ ભવની પરંપરા ચાલશે એ કેમ પોષાય? (૧૧) ક્રોધથી મન તામસી બને છે, સત્વ ગુમાવી નિઃસવ બને છે, અને તામસભાવની બીજા શુભ ભાવ પર ખરાબ અસર પડે છે. તેમજ અહીં સત્વ હણાયાથી મહાસુકૃતના ગુણસ્થાનકવૃદ્ધિના, તથા ક્ષપકશ્રેણિદાયી પરમસત્વજનિત અપૂર્વકરણ–મહાસમાધિના પાયાભૂત સત્વ પર ઘા પડે છે. (૧૨) ક્રોધ કરવા જતાં ઔદયિકભાવ યાને મેહની આજ્ઞા પાળવા–પિષવાનું થાય, ત્યારે ક્રોધને અટકાવવાથી સુંદર લાપશમિક ભાવ યાને જિનની આજ્ઞા પાળવાનો લાભ મળે છે...વગેરે વિચારવાથી અંતર્ભાવિત કરવાથી ક્રોધના ઉદયને રોકી શકાય. (૧૩) સામાએ કઠેર શબ્દ જ કહો ને? ગાળ તો નથી દીધી ને? ગાળ દીધી, તે બીજું તે કાંઈ બગાડયું નથી ને? બગાડયું છે, પણ પ્રહાર તે નથી કર્યો ને? પ્રહાર કર્યો, પરંતુ મને મારી તે નથી નાખે ને? મારી નાખે છે, પણ મારી અંતરની ધર્મપરિણતિને નાશ તે નથી જ કરી શકતે એ તે હું જાતે જ નાશ કરું તે જ થાય. બાકી કોઈની એને નાશ કરવાની તાકાત નથી; અને એ સલામત છે પછી મારું વાસ્તવિક કશું બગડતું નથી. તે મારે શ સારુ સામા પર ગુસ્સો કરે? એમ વિચારી અંતરમાં ભભૂકેલા ક્રોધને નિષ્ફળ કરાય.