________________
૨૫૦
ધ્યાનશતક વિવેચન –પહેલું લિંગ “શ્રદ્ધા :
જીવ ધર્મધ્યાનમાં વત રહ્યો છે એનું પહેલું જ્ઞાપક ચિહ આ, કે એનામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવંતેએ પ્રરૂપેલ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય અને એના ગુણ-પર્યાની શ્રદ્ધા હોય. આ શ્રદ્ધા આગમ, ઉપદેશ, આજ્ઞા યા નિસર્ગથી ઊભી થયેલી હેય. આમાં “આગમ= સૂત્ર, “ઉપદેશ= સૂત્રાનુસારી દેશના, “આજ્ઞા=સૂત્રોક્ત પદાર્થ; “નિસર્ગ =સ્વભાવ.
(૧) “આગમ યાને જિનાગમ સૂત્ર ભણે એટલે એમાં કહેલ જિનેક્ત દ્રવ્યાદિ પદાર્થની શ્રદ્ધા થાય. એ આગમની શ્રદ્ધા થઈ કહેવાય. ગોવિંદાચાય હરિભદ્રસૂરિ વગેરેને જિનાગમ ભણતાં ભણતાં શ્રદ્ધા થઈ.
(૨) ઉપદેશ' – કેટલાયને તો જિનાગમાનુસારી ઉપદેશદેશના વ્યાખ્યાન સાંભળીને જિનેક્ત તત્વની શ્રદ્ધા થાય. મૂળ આગમ જિનાગમ ઓછાને મળે ત્યારે આચાર્યાદિને આગમસૂત્રાનુસારી ઉપદેશ સાંભળવા ઘણાને મળે. એ એથી તત્વશ્રદ્ધાવાળા બને.
(૩) “આજ્ઞા ” એટલે જિનાગમથી જે “આપ્યતે” ફરમાવાય છે તે જીવાદિ પદાર્થો. એનાથી શ્રદ્ધા થાય એટલે કે (૧) એ પદાર્થોની સચોટ વ્યવસ્થા જોઈને શ્રદ્ધા થઈ જાય, અથવા (૨) જગતના પદાર્થોની વ્યવસ્થિત વિચારણા કરતાં કરતાં એ મિથ્યાત્વ કર્મને ક્ષયે પશમ થઈ જાય કે ત્યાં બરોબર જિનેક્ત પદાર્થની શ્રદ્ધા બની જાય, વકલચીરીને તાપસપણાના ભાંડાની