________________
૨૨૨
ધ્યાનશતક, 1. આ દશે પ્રકારને આરંભ-ત્યાગ દરેક ૧૦ પ્રકારના ક્ષમાદિ યતિધર્મને સાચવીને કરવાનું છે. એમાં ક્ષમા-મૃદુતા
જુતા-નિર્લોભતા એ ૪, તથા સંયમ-સત્ય-શૌચ (પવિત્ર મન)-બ્રહ્મચર્ય–અકિંચનતા (અપરિગ્રહ) એ પ, અને તપ આવે. દરેક પૃથ્વીકાયાદિને સમારંભ–ત્યાગ ક્ષમાથી પાળવાને, નમ્રતાથી પાળવાને તપથી પાળવાને, એમ દસે આરંભત્યાગ એ રીતે પાળવાનાં; એટલે કુલ ૧૦૪૧૦=૧૦૦ શીલાંગ થયા.
હવે આ સે પૈકી દરેક પ્રકાર પાંચે ઈન્દ્રિના સંયમ સાથે જાળવવાને એટલે દા. ત. પૃથ્વીકાય જીવની રક્ષા ક્ષમા સાથે કરવાની તે સ્પર્શનેન્દ્રિયને સંયમ રાખીને, એ ૧ પ્રકાર એમ રસનેન્દ્રિયને સંયમ રાખીને, એ ૨ જે પ્રકાર, એવા પૂર્વના સએ પ્રકાર દરેક ઈન્દ્રિય-સંયમ સાથે જોડતાં ૧૦૦૪૫=૫૦૦ પ્રકારે શીલાંગ થાય. તે પણ આહાર-વિષય-પરિગ્રહ-નિદ્રા (યા ભય), એ ચાર સંજ્ઞાઓના નિગ્રહ સાથે જાળવવાના. એટલે ૫૦૦ પૈકી દરેક પ્રકાર આહાર સંજ્ઞા-નિગ્રહ સાથે, વિષયસંજ્ઞા-નિગ્રહની સાથે...એમ ૫૦૦૮૪=૨૦૦૦ શીલાંગ થાય.
આ પણ દરેક પ્રકાર મનથી, એમ વચનથી, અને એમ કાયાથી પાળવાને. એટલે આહાર સંજ્ઞા-નિગ્રહ, સ્પર્શનેન્દ્રિયસંયમ, એને ક્ષમા રાખવા સાથે પૃવીકાયહિંસા હું મનથી નહિ કરું એ ૧ પ્રકાર, એમ મનથી કુલ ૨૦૦૦ પ્રકાર એ રીતે વચનથી અને કાયાથી બમ્બે હજાર, એમ કુલ ૨૦૦૦૪૩ =૬૦૦૦ શીલાંગ થયાં.