________________
૨૧૮
ધ્યાનશતક
ઉ૦-જરૂર સુંદર છે, પરંતુ એ સંસારની વસ્તુ નથી, એ સંસારને ઉખેડનારી મોક્ષમાર્ગની વસ્તુ છે. સંસારની વસ્તુ તે. સંસારમાં ભમાવનારા આહાર-વિષય-પરિગ્રહ-પરિવાર-કષાયે તથા મિથ્યાત્વાદિ. એમાં શું સુંદરપણું સારાપણું છે? તે સંસારની વસ્તુ જન્મ-મરણ–ગતિ પરિવર્તન વગેરે; એમાં ય શું સારાપણું છે? સંસાર સ્વરૂપથી, કારણથી, અને કાર્યથી બધી રીતે નરસે છે; કેમકે એમાં આત્માની ખરેખર વિટંબણા જ છે. આ પ્રમાણે ચિંતન કરે. આટલી અનાદિ-અનંતતા અને અશુભતાના ચિંતનમાં ય તન્મયતા થતાં સંસ્થાનવિય નામનું ધર્મધ્યાન લાગે.
૬. ચારિત્ર પર ચિંતન હવે આવા સંસારના નિવારક ચારિત્ર વિષે ચિંતન કેમ કરવું તે વિચારવામાં આવે છે.
ચારિત્ર જહાજ કેવી રીતે? સંસાર એ સમુદ્ર જે છે. તે એમાંથી તરી જવા માટે સમર્થ કઈ જહાજ હોય તો તે ચારિત્ર ત્મક મહા જહાજ છે. આનું કારણ સ્પષ્ટ છે. જે માર્ગે સંસાર નીપજે, એનાથી વિપરીત રસ્તે મેક્ષ આવે. સંસાર અસંયમ, અવિરતિ (હિંસાદિ પાપિની છૂટ),ને મિથ્યા પ્રવૃત્તિના કારણે થાય છે તે એને અંત સંયમ-વિરતિ-સમ્યફપ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્રથી થાય.
સમ્યકત્વ બંધન - હવે સંસાર પાર કરવા આ ચારિત્ર એ મહા જહાજ છે. જેમ જહાજના પાટિયાને બરાબર જોડી ન રાખનારા બંધન હોય છે. એમ અહીં ચારિત્રમાં સમ્યગદર્શન