SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૧૮૭ જ છે. માછલી ગમન તા પેાતાની શક્તિથી કરે છે, પરંતુ એમાં પાણી સહાયક હાવાથી પાણીના કિનારા સુધી જ ગમન કરી શકે છે, આગળ નહિ; એવું ધર્માસ્તિકાયની સહાયથી જીવ અને પુદ્દગલ માટે છે. એમ અધર્માસ્તિકાયનું લક્ષણ એ એ દ્રવ્યને સ્થિતિમાં સહાયકતા’ છે. અશક્ત વૃદ્ધ પુરુષને ચાલતાં વચમાં ઊભા રહેવા લાકડી સહાયક બને છે, એમ જીવ-પુદ્ગલને સ્થિતિ સ્થિરતા કરવામાં આ અધર્માં॰ સહાયક છે. આકાશનુ લક્ષણ અવગાહ છે, એ બાકીનાં દ્રવ્યેાને અવકાશ-દાન કરે છે દ્રવ્ય કાં રહે ? કયાં અવગાહે ? Spaceમાં, આકાશમાં પુદ્ગલનું લક્ષણ પૂરણ-ગલન છે; આ એક જ દ્રવ્ય એવું છે કે જેની અંદર પેાતાનાં સજાતીય દ્રવ્ય પૂરાય છે, તેમ ગળે છે, છૂટા પડે છે. ખીજા જીવ સુદ્ધાં દ્રવ્યેા અખંડ રહે છે. ન એમાં વધે કે ન ઘટે. ત્યારે જગતમાં પુદ્ગલની કેવી ઘડભાંગ ચાલે છે ! માટા મેરુ જેવામાં ય પુદ્દગલેાનુ` સડન—પડન—વિધ્વંસન અને પૂરણ ચાલુ છે. જીવતુ' લક્ષણ ચૈતન્ય છે, જ્ઞાનાદિના ઉપચેાગ છે; એ એમાં જ હાય; તેથી એ જ ચેતન દ્રવ્ય, ખીજા' જડ દ્રવ્ય કાળનું લક્ષણુ વના છે, યાને વસ્તુમાં જૂનુ, નવુ, ભાવી, અતીત વગેરે રૂપે વર્તાવાનુ કરાવે છે. વસ્તુ એની એ, છતાં કલાક પછી એ કાળ દ્રવ્યના આધાર પર જ કલાક-જૂની કહેવાય છે. આમ, લક્ષણે શ્વેતાં છએ દ્રવ્યમાંથી એક એક દ્રવ્યનુ લક્ષણકાય પાતે જ કરી શકે, બીજી' દ્રશ્ય નહિ. એ સૂચવે છે કે છએ દ્રવ્ય જુદાં જુદાં યાને સ્વતંત્ર છે. આ લક્ષણ્ણા પર ઘણુ ચિંતવી શકાય. S
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy