SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન અને કુશળ કાર્ય કરવાની આજ્ઞા કરાય છે માટે એમનાં વચનને જિનાજ્ઞા કહેવાય. એવી જિનાજ્ઞાના ઉપરોક્ત વિશેષણે પૈકી કોઈ પણ વિશેષણથી નિરાશંસ ભાવે જિનાજ્ઞાનું એકાગ્ર ચિંતન કરે, તે પહેલા પ્રકારનું “આજ્ઞા-વિચય' નામનું ધર્મધ્યાન કહેવાય. આમાં એવું બને કે મંદબુદ્ધિના ચગે, યા સમજાવનાર તેવા આચાર્ય ન મળવાને લીધે, કે સેયની ગહનના આદિ કારણે કઈ જિનવચનમાં સમજ ન પડે તે શ્રદ્ધા ડગવાને સંભવ, અને તેથી ઉક્ત વિશેષણથી જિનાજ્ઞાનું ધ્યાન મુશ્કેલ થાય, તે એવા કયા કારણે છે, ને તે પ્રસંગે શું કરવું ? એ બતાવે છે – વિવેચન -જિનવચને કહેલા પદાર્થ કદાચ સમજવામાં ન આવે તે તે કેવા કારણે, પહેલાં તો એ બતાવતાં કહે છે કે જિનવચન ન સમજાય એનાં ૬ કારણ (૧) મતિર્બલ્યથી, યાને બુદ્ધિ જડ હોય યા ચંચળ હાય, તે વાચના સાંભળતાં જિનેક્ત પદાર્થનું મનમાં સમ્યમ અવધારણ ન થાય. જડબુદ્ધિવાળો તે સમજી જ શકતા નથી અને જે જડ સ્થી, તે ય ચલવિચલતાના કારણે મન બાહારમાં જાય છે તેથી પાર્થ મલ્માં ઊતરત નથી, ટકતા નથી. ત્યારે મતિ જે સતેજ હેય કિન્તુ, (૨) તેવા આચાર્યના અભાવે અર્થાત્ જેમાં જરા ય ફેરફાર નહિ એવું યથાર્થ તત્વપ્રતિપાદન સારી રીતે કરવામાં કુશળ આચાર્ય મહારાજ ન મળે, તે પણ જિનવચન ન સમજાય. અર્લી “અચ્ચર્ય' એટલે મુમુક્ષુ આત્માઓ વડે જે આચરાય છે; સેવાય છે તે આચાર સંપન્ન આચાર્યને જ મુમુક્ષુઓ સેવે,
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy