SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક ધમ ધ્યાનના આજ્ઞા-અપાયાદિ ચાર પ્રકારની પાછ છળનું રહસ્ય જોવા જેવું છે. જીવને આત-રૌદ્રધ્યાનથી બચાવનાર ધર્મધ્યાન છે, ને એ આ-રૌદ્રધ્યાન થવાનું કારણ (૧) વિષયરાગ, (૨) હિંસાદિ પાપેામાં રસ અને નિડરતા. (૩) અહત્વ ક્ષુદ્રતા તથા (૪) અજ્ઞતા—મૂઢતા છે. એ જો અટકે તે આ રૌદ્રધ્યાન અટકે. ત્યારે ધર્મધ્યાનના ચાર પ્રકાર એને અટકાવનારા છે; તેથી પછી ધધ્યાનથી અશુભ ધ્યાન અટકી જાય એ સહેજ છે. ૧૪૨ (૧) ધમ ધ્યાનમાં પહેલા પ્રકાર આજ્ઞાવિચય યાને જિનાજ્ઞા પર ચિંતન છે. એ લાવવા માટે જિનાજ્ઞાની એકેક વિશેષતાને લઈને જિનાજ્ઞા પર અત્યંત ખહુમાન ઊભું થવુ... જોઇએ. મનને એમ થાય કે ‘ અહા આ જિનાજ્ઞા ! આટલી બધી અતિ નિપુણ ? અનાદિ-અનંત ....’એમ દિલના ઊછળતા બહુમાન સાથે ચિંતન થાય ત્યારે મન એમાં કયાંક એકાગ્ર તન્મય થઈ ચાંટી જાય; અને એ જ ધર્મધ્યાનરૂપ બને. ત્યારે જે જિનાજ્ઞા—બહુમાન થાય તા જિનાજ્ઞામાં તા વિષયત્યાગ અને સમ્યક્ જ્ઞાનાચારાદિ આરાધનાની આજ્ઞા છે, એટલે આજ્ઞા-બહુમાનથી સહેજે વિષયરાગ અટકે, ને એથી એ નિમિત્તનું દુર્ધ્યાન અટકી જાય. (ર) ત્યારે વિષયરાગની સાથે પાપના રસ અને પાપમાં નિયતા અટકાવવા માટે અપાયનિચય છે. અપાયવિચયમાં હિંસાદિ દુષ્કૃત્યો અને રાગાદિ દોષોના અપાય યાને અનનુ ચિંતન છે; એ ચિંતનમાં તન્મયતા લાવા માટે એ દોષ અને દુષ્કૃત્યો પ્રત્યે ભારાભાર તિરસ્કાર અને એના અનર્થીના ભય 6
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy