SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૧૩૫ એમાં પહેલું આલંબન “ વાચના” છે. વાચના એટલે ગણધરદેવાદિએ રચેલા સૂત્રનું યોગ્ય શિષ્યને કર્મનિજરના હતુઓ દાન કરવું, સૂત્ર ભણાવવું. એ ભણાવવામાં એને અર્થ ભણાવવાનું પણ આવી જાય. ઉપલક્ષણથી સૂત્ર-અર્થનું ગ્રહણ યાને ગુરુ પાસે સ્વાર્થ ભણવાનું પણ સમજી લેવાનું. આ વાચનાનું આલંબન યાને પ્રવૃત્તિ રાખે છે એમાં મન એકાગ્ર થતાં ધર્મધ્યાનમાં ચડી શકે. એમ “પુછણ” અર્થાત્ એ ભણેલામાં ક્યાંક શંકા પડે, પ્રશ્ન ઊઠે, તે ગુરુ પાસે જઈને નિરાકરણ માટે વિનયથી પૂછે. વળી “પરિયણ” એટલે કે ભણેલા સૂત્ર-અર્થ ભૂલાઈ ન જાય અને વાચના સિવાયના સમયમાં શુભ પ્રવૃત્તિ રહે એ માટે એ ભણેલા સૂત્ર-અર્થનું પરાવર્તન-પુનરાવૃત્તિ–પારાયણ કરે. તેમ, “અનુચિંતા” અર્થાત્ સૂત્રાદિનું વિસ્મરણ ન થાય એ માટે મનથી જ ચિંતન કરે. આ વાયણ-પુચ્છણ-પરિયડ્રણડણૂચિંતાઓ” એ દ્વન્દ સમાસ થશે. શ્રતધર્મ–ચારિત્રધર્મ-એ વાચનાદિ પ્રવૃત્તિ શ્રતધર્મની અન્તર્ગત ગણાય. ધર્મ બે પ્રકારે આરાધવાને છે, શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. શ્રતધર્મ તરીકે વાચનાદિની પ્રવૃત્તિ રાખવાની, અને ચારિત્રધર્મ તરીકે હવે જે કહેશે તે સામાયિકાદિ આવશ્યક આચરવાના હોય છે. સામાયિકાદિમાં સામાયિક, પડિલેહણાદિ સમસ્ત ચક્રવાલ સામાચારી આવે. સામાયિક પ્રસિદ્ધ છે. સાવદ્ય ગોને મનવચન-કાયાથી પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરીને રાગદ્વેષાદિ રહિત સમ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy