________________
ધર્મધ્યાન
આઉટ
सो देखकालचेडानियमो झाणस्स नत्थि समयमि। जोगाणं समाहाणं जह होइ तहा यइयध्वं ॥४॥
અથ– એટલા માટે આગમમાં ધ્યાનના દેશ-કાળ-શરીર ચેષ્ઠા અમુક જ જોઈએ એવો નિયમ નથી. માત્ર, યોગેની સ્વસ્થતા જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરે. (આટલો નિયમ છે). તે ગમે તે સ્થાનાદિમાં કેવળજ્ઞાન થયું એને ધ્યાન તે આવેલું જ, પછી ધ્યાન માટે અમુક જ સ્થાનાદિને નિયમ ક્યાં રહ્યો કે એમાં જ ધ્યાન લાગી શકે?
એકલું કેવળજ્ઞાનાદિ જ નહિ પણ અવધિજ્ઞાન મનઃ પર્યાયજ્ઞાન વગેરે પણું, ધ્યાનથી પાપ શમી જઈને પ્રગટે છે, અને એ ય ધ્યાન કેટલાયને અનિયત યાને અક્કસ સ્થાનાદિમાં આવ્યું હોય છે. તે પણ એક જ વાર નહિ કિન્તુ અનેકવાર. એ સૂચવે છે કે ધ્યાન માટે અમુક જ દેશ-કાળ-આસન એ નિયમ નથી. છતાં એટલું ખરું કે અભ્યાસીએ ત્રણે રોગની સ્વસ્થતા રહે અને ધ્યાનભંગ ન થાય એવા દેશ-કાળ-આસન જાળવવા જોઈએ.
એ જ વસ્તુ સાર રૂપે બતાવતાં કહે છે – | વિવેચન – જીવો ગમે તે દેશાદિમાં કેવળજ્ઞાન આદિ પામેલા છે માટે ધ્યાન અર્થે દેશ-કાળ-શરીરચેષ્ટા-અવસ્થા–આસન અમુક જ જોઈ એ એવો નિયમ નથી, આગમમાં ક્યાં ય એવો નિયમ બાંધ્યો નથી. નિયમ હોય છે એટલે જ કે ધ્યાન કરવામાં મીન-વચન-કાયાના યોગો સમાહિત-સ્વસ્થ હોવા જોઈએ, અને
વી રીતે પ્રયત્નશીલ રહેવું કે જેથી યોગનું સમાધાન થાય, સ્વસ્થતા થાય.