________________
ધર્મધ્યાન
૧૨૧
એ ગુસ્સો કે તે બાહ્ય વસ્તુ હાલ કામ
અહીં ધ્યાન રાખવાનું છે કે દુન્યવી ચીજ માટે તે નહિ, પણ આપણે સાધનામાં અંતરાય કરનાર તરફ પણ ગુસે ઊઠતે હોય તો તે પણ આવકાર્ય નથી. કેમકે એમાં ય અહંન્દુ કામ કરતું હોય છે, તેમ સાધના માત્ર બાહ્ય વસ્તુ હોવાની સમજ રહે છે; તેથી એ ગુસ્સો ઊઠે છે. પરંતુ એ કષાય આભ્યન્તર સાધનાને ધક્કો પહોંચાડે છે. એવા કષા સળવળે તે ત્યાં સૌમ્યભાવ ઉપશમ ન ટકી શકે. મન વૈરાગ્યથી ભાવિત ન બને. પીઠ–મહાપીઠ મહામુનિઓ અનુત્તર વિમાનવાળા દેવલોકમાં જનારા અને પછી બ્રાહી સુંદરી બનીને મોક્ષે જનારા જીવ હતા. છતાં એ બાહુ–સુબાહુ (ભરત–બાહુબળીના જીવ) મુનિની ભકિતવૈયાવચ્ચની પ્રશંસા સહન ન કરી શક્યા, ઈર્ષ્યા-માયા-અભિમાન ઊડ્યાં, તે વૈરાગ્યભાવને ધક્કો લાગ્ય, આર્તધ્યાન લાગ્યું, અને ગુણસ્થાનકથી નીચે ઊતરી ગયા. એટલે વિરાગ્યભાવિત મન બનાવવા તેવા ક્રોધાદિ પણ ન હોવા ઘટે, એને ઊઠતાં જ દબાવી દેવા પડે.
|
0
આમ, જગતના સ્વભાવને ખ્યાલ, નિસ્ટંગતા, નિર્ભયતા, નિરાશંસતા અને તથાવિધ પકષાયથી રહિતતા,-એ પાંચ કેળવનારાનું મન વૈરાગ્યથી ભાવિત બને છે, અને એ ધ્યાનમાં સુનિશ્ચિળ બને છે. ધ્યાનમાં ચલિત કરનારા છે અજ્ઞાન આદિ ઉપદ્ર,- વસ્તુ–સ્વભાવનું અજ્ઞાન, આસક્તિ, ભય, ફળલાલસા અને પછૂપા ક્રોધાદિ કષાય. એ ધર્મધ્યાનને જાગવા દેતા નથી, યા જાગેલું તોડી નાખે છે. એ આ વિદિત-જગસ્વભાવ નિસંગતા વગેરેથી દુર થવાથી ધ્યાન-નિશ્ચળતા આવે એ સહજ છે.