________________
ધર્મધ્યાન
૧૧૫ | (૪) સ્વાત્માના શુદ્ધ જ્ઞાન, ક્ષમાદિ કષાપક્ષમ, ઉદાસીનતા આદિ ગુણે તરફ જે દૃષ્ટિ ચૂકાય છે, એ આ બાહ્ય પદાર્થોના ફટાકિયા ગુણ જોયા કરવાના કારણે. તેથી જ આત્મસમૃદ્ધિ પ્રગટ કરવાનું આ ઉચ્ચ જીવનનું કર્તવ્ય ભૂલાય છે. તે એના પર સંગ શે? આમ વિચારી વિચારી સંગ-આસક્તિ છે નિસ્ટંગતા કેળવવાની.
(૩) નિર્ભયતા–નિર્સગ બનવા છતાં સંભવ છે કયારેક સ્વજાતિ–વિજાતિ-દ્રવ્યહરણ-મરણ વગેરેના ભય ઊભા થાય, તે એ મનને ડહોળી નાખી ધ્યાન ન લાગવા દે, યા ધ્યાનભંગ કરે. માટે ભાગ્ય પર અટલ વિશ્વાસ, ને સત્વને જાગતું રાખી નિર્ભયતા કેળવવી. અથવા પિતાના આત્માની ઉન્નતિ અંગે જે ભય રહે કે (૧) એમાં વિદત તે નહિ આવે? (૨) આયુષ્ય વચમાં જ પૂરું થઈ ઉન્નતિનું કાર્ય અધુરું તે નહિ રહે? (૩) સાધનામાંથી પાછા તે નહિ પડાય? આવા આવા જે ભય રહે તે એથી પણ ચિત્તના પરિણામ ચંચળ બને છે, પછી ધ્યાનમાં સ્થિરતા એકાગ્રતા કયાંથી ટકે? માટે, એવા ભયને પડતા મૂકી નિર્ભયતા કેળવવાની પણ જરૂર છે.
નિર્ભયતાના અભ્યાસ માટે બાહ્ય અંગે તે એ વિચારવાનું કે “(૧) આ બધું ભાગ્યના અનુસારે નીપજવાનું, ભાગ્યાનુસાર ચાલવાનું, ભાગ્ય મુજબ ટકવા-તૂટવાનું. એમાં કશો ફેર નહિ પડવાને. પછી પેટ ભય શું કામ રાખ્યું. (૨) વળી ભયભીત થવામાં મારું સત્વ હણાય છે; અને સત્ત્વનો નાશ થાય એ તો ભયંકર ખોટ છે. સર્વે ઉપર જ અનેક ગુણોનો વિકાસ અને