SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક આ જીવના ગુણ-પર્યાયને સાર–પરમાર્થ જાણવાની વાત થઈ હવે અજીવના ગુણપર્યાયના પરમાર્થને વિચાર કરીએ. અજીવમાં મુખ્ય મુદ્દગલદ્રવ્ય છે. જીવના સંબંધમાં આ જડ પુદ્ગલની બહુ વસ્તુઓ આવે છે. અને જીવ એના સારાનરસા રૂપ-રસ વગેરે ગુણે તથા એના અમુક ભાવે-પર્યાયે જોઈ લહેવાઈ જાય છે, ને રાગ-દ્વેષમાં પડે છે. ત્યાં જે એના. ગુણ-પર્યાયને મર્મ સાર જા –વિચાર્યો હોય, તે એથી લહેવાવાનું થાય નહિ. અનુકૂળ-પ્રતિકૂળમાં ધ્યાન કેમ ન ઘવાય? – દા. ત. કિમતી હીરાની કિંમત-ચળકાટ વગેરે જેઈ જીવમોહિત થઈ જાય છે. પરંતુ જે એને સાર પકડે કે “આ બહુ જ રાગ–મોહ-મમતા કરાવનાર હાઈ ચિકણું કર્મ અને દુર્ગતિ સરજનારા છે,” તે રાગ–મહાદિ ઉતરી જાય, અને તેથી જ પછી કઈ શુભ ધ્યાન આડે એની દખલ ન રહે. એમ પ્રતિકૂળ વસ્તુઓના અનિષ્ટ ગુણોથી લહેવાઈબ્રેષમાં ન જતાં, એના સારરૂપે જે એ જુએ કે આ અનિષ્ટ ચીજો તેવાં તેવાં અશાતવેદનીય આદિ કર્મ ખપાવવામાં સહાયક છે, તે પણ ચિત્તની સ્વસ્થતા રહે, અને ધ્યાન ન બગડે. મહાત્માઓએ ઘોર ઉપસર્ગમાં આ સાર પકડયો કે “આ શપ્રયોગ તે કાયાને છેદે–ભેદ–બાળે, પણ આત્મા અને એના જ્ઞાનાદિગુણનું જરા ય છેદન–ભેદન-દહન ન કરી શકે. ઉલટું એની વેદનામાં તો આત્મા પરના કર્મને ઉદય પામી પામી ક્ષય થતે આવે છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy