________________
|| નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે |
પ્રકાશકીયમ્ વર્ષો પહેલાં ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રતાકારરૂપે આ ગ્રંથ આ સ્વરૂપે પ્રકાશિત થયો હતો. વર્તમાન સમયમાં શ્રીસંઘમાં આ પંચસૂત્ર ગ્રંથનું પઠન-પાઠન અને નિત્યપાઠ સારા પ્રમાણમાં પ્રચલિત બન્યાં છે ત્યારે આ પાંચે સૂત્રના પ્રકાશનને જરૂર આવકાર મળસે એવી ખાત્રી છે.
પૂજયપાદ આ.ભ. શ્રી વિજય દેવસૂરિ મહારાજ, પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ તથા પૂજય આ.ભ. શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિ મહારાજની પ્રેરણાથી સમ્યગુ જ્ઞાનને પ્રસારવાની પ્રવૃત્તિ અમારી સંસ્થા તરફથી ચાલી રહી છે. તેમાં શ્રીસંઘની શુભેચ્છા અમને સાંપડતી રહો એ જ શુભકામના સાથે..
- પ્રકાશક
વિ. સં. ૨૦પ૬ અષાઢ મહિનો