SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મુખમુદ્રા. ૩૫ આમ આ ભાવનાઓ પરમ કલ્યાણરૂપ છે. આમ આ વૈરાગ્યોપદેશક ભાવનાત્મક શાંતસુધારસ આબાલવૃદ્ધને, ભણેલને, અભણને બધાને એક સરખી રીતે ઉપયોગી, ઉપકારી, કલ્યાણકારી છે. શાંત ચિત્તથી, પ્રફર ભાવનાઓના મનથી તેઓને એને અમૂલ્ય આશ્રય બધાને એકસરખે લેવા નમ્રભાવે વિનંતિ છે. તેમાં પણ ઉપકાર. કેળવાયેલા ભાઈઓનું મન એ તરફ પ્રેરવું અતિ આવશ્યક છે. કેળવાયેલાં બંધુઓ, ભગિનીઓ ! પવિત્ર જૈનશાસનને પ્રકાશમાં લાવવાને હાલ દેશકાળ જોતાં ખરે આધાર આપણા ઉપર છે. કેળવણીથી સંસ્કાર પામેલાં આપણું ચિત્ત ખચીત An appeal to the રહસ્ય, પરમાર્થ વાર્તા સમજી શકશે. educated Jains. આપણે તત્ત્વજ્ઞાન પામશું તે તે સ્પરાવી, Their duties. વિકસાવી આપણને પિતાને અને જગતના ને કલ્યાણનાં કારણરૂપ થશું. એ પવિત્ર તત્વજ્ઞાન પામવા, તેની પાત્રતા પામવા, તે પ્રાપ્ત થાય તે એને ગેરઉપગ ન થાય, તે નકામા વાદ-વિવાદરૂપે ન પરિણમે, મદ, અહંકાર ન ઉપજાવે, જ્ઞાનનું અજીર્ણ ન થાય, તે માટે પ્રથમ આ પવિત્ર વૈરાગ્યબાધક ભાવનાઓને આશ્રય લઈએ; ચિત્તવૃત્તિ સ્થિર કરીએ; દોડતી અટકાવીએ; શાંત થઈએ; વસ્તુ વિચારીએ; પછી સ@ાસ વિવેકપૂર્વક, સદ્દગુરૂ સમીપે વિનયપૂર્વક વાંચીએ; સાંભળિયે; તેને વિચારીએ અને પછી જુઓ કે તત્વજ્ઞાનને કે આહલાદક ચમત્કાર આપણા મનમાં ઝળકી રહે છે, માટે કેળવણી પામેલાં મારા પવિત્ર ભાઈઓ, બહેને ! આપણે આ ભાવનાઓથી વિમુખ ન થવું, એના પ્રતિ આપણે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy