________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
[૮૯ ચાર ચાર ભેટવાળા છે, તે જીવની અંદર જ રહેવાવાળા શત્રુઓ છે. વળી તે કેવા છે? સમૃદ્ધ એટલે બળવાન છે, તે શત્રુઓ ધર્મરૂપી ધનને એટલે પુણ્યરૂપી પાથેય-ભાતાને છળવડે અને બળવડે પણું હરી લે છે. ઘણા છ સિદ્ધિમાર્ગમાં ચાલેલા હોય છે, પરંતુ તેઓને તે શત્રુઓ છળીને ભુવનભાનુ વિગેરેની જેમ પાછા વાળે છે, કેઈક જ ભવ્ય જીવ તે અંતરંગ શત્રુઓને મનોબળના પ્રબળ માહામ્યથીઉંચા પ્રકારના સ્વચિત્તના પ્રગલ્ટપણાથી જીતી શકે છે. ૨. पावा. पावा परिसेवमाणा, धम्मं जिणुद्दिष्ठमयॉणमाणा।.. अनाणकठेहि कयाभिमाणा, खिवंति अप्पं नैरए अयाणा.॥३॥
મૂળાર્થ–પાપકર્મને સેવનારા, જિનેશ્વરે કહેલા ધર્મને નહીં જાણનારા અને અજ્ઞાનકષ્ટ કરીને અભિમાન કરનારા પાપી જી અજ્ઞાનને લીધે પિતાના આત્માને નરકમાં નાંખે છે. ૩. :
ટીકાથ–મહા આરંભથી ઉત્પન્ન થયેલા એટલે કે પ્રાણીઓના ઘાતથી પ્રાપ્ત થયેલા પાપને-પાપના ફળને ભેગવતા, તથા દુર્ગતિરૂપ ગર્તામાં પડતા જંતુઓને ઉત્તમસ્થાનને વિષે ધારણ કરનાર જિનેશ્વરે કહેલા ધર્મને નહીં જાણનારા, તથા અજ્ઞાનકષ્ટ કરીને એટલે પંચાગ્નિ સેવન, પૃથ્વી પર શયન, નીરસ ભેજન, પરિજન (સગાં) ને ત્યાગ, ગામમાં વસવાને ત્યાગ, શીયાળામાં પણ શીતળ જળવડે સ્નાન, ટાઢ, તડકો અને વાયુ વિગેરેનું સહન કરવું, નાનપણું અને મનપણું ધારણ કરવું, ઈત્યાદિ અનેક પ્રકારના શરીરના કષ્ટ સહન કરવા વડે કરીને “ અમે મહા તપસ્યાને કરનારા છીએ” એ પ્રમાણેનું અભિમાન કરનારા અત્યંત અહંકાસ્થી પરાભવ પામેલા પાપીઓ અજ્ઞાનને લીધે પિતાના આત્માને નરગતિમાં