________________
૫૪.
નવ્ય ઉપદેશ સમિતિકા. • ટીકાર્થ–મોટા ઋષિઓને પણ વૈરી સમાન એવું માન (અહંકાર) હૃદયમાં આણવું નહીં. કારણકે ધર્મને તથા અધર્મને વિશેષે કરીને જાણનાર મનુષ્ય પણ માનવડે કરીને જડની જેમૂની જે થઈ જાય છે. મનમાં માન આવે તે જ્ઞાની પણ અને વિનયને લીધે અજ્ઞાની થઈ જાય છે. આ ઉપર શ્રીદશાર્ણભદ્રની કથા આપેલી છે. ૩૪
હવે માયાને તજવા વિષે કહે છે— मुसाहुवग्गस्स मणे अमाया, निसेहियव्वा सययं पि माया । समग्गलायोण विजा विमाया-समा समुप्पाइयसुप्पमाया ॥३॥
મૂળાર્થ–સુસાધુ જનોના મનમાં સ્થાનને નહીં પામેલી નહીં સમાયેલી) માયા નિરંતર નિષેધ કરવા લાયક છે, કે જે માયા સમગ્ર લકને પણ અત્યંત દુ:ખ ઉત્પન્ન કરનારી અને ઓરમાન માતા સમાન છે. ૩૫
ટીકાર્થ– સારા એવા સાધુઓ તે સુસાધુ કહેવાય છે, તેમના મનમાં નહીં સમાયેલી–સ્થિતિને નહીં પામેલી અર્થાત્ તેઓએ મનમાં નહીં ધારણ કરેલી એવી માયા સદાકાળ નિષેધ કરવા લાયકત્યાગ કરવા લાયક છે. જે માયા સમગ્ર કેને પણ ઓરમાન માતા, તુલ્ય છે, કારણ કે તે અત્યંત પ્રમાદને-દુ:ખને ઉત્પન્ન કરનારી છે. અહીં સાધુએ તે માયા કરવી જ નહીં એ રહસ્ય છે; તથા કપટ રહિત ધર્મમાં પ્રવર્તવું એ ઉપદેશ છે. ૩૫
હવે લેભને નાશ કરવા માટે કહે છે – जेणं भवे बंधुजणे विरौहो, विवड्डए रज्जधणम्मि मोहो । जो जाँपनो पावतरुप्परोहो, न सेवियव्वो विसमो से लोहो ॥३६॥