________________
પર
નન્ય ઉપદેશ સમતિકા
અને જેની સમીપે આવીને ભણીએ તે ઉપાધ્યાય-તે માર અંગને ભણાવનારા હોય છે; તથા સારૂ એવું દર્શન તે સુદર્શનસાયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક વિગેરે ભેદવાળું સમ્યકત્વ. અહીં ઉપાધ્યાય અને સદૃર્શન એ એ શબ્દના દ્વન્દ્વ સમાસ કરેલા છે. આ ઉપર કહેલા સર્વના (દશેના) હે ભવ્ય ! તું વિનય કર. આ દશના વિનય કરનાર પુરૂષ સમ્યકત્વની શુદ્ધિને પામે છે; કારણકે તીર્થંકરાએ વિનયને જ ધર્મનું મૂળ કહેલા છે. જિનધર્મને વિષે આ દશને જ વિનયને ચેાગ્ય કહેલા છે, બીજાને કહ્યા નથી.૧ આ દશના વિનય કરનારા પ્રાણીઓ સ્વર્ગ તથા મુક્તિપુરીના એશ્વર્ય ને ભાગવનારા થાય છે. આ લાકમાં પણ રાજા, પ્રધાન તથા માતાપિતાની ભક્તિમાં તત્પર થયેલા મનુષ્યા ખેદ પામતા નથી, તાપછી અર્જુન વિગેરેના વિનય કરવાથી તેા ખેદ પામેજ શેના ? એવા ખેદરહિતપણે વિનય કરનારને આલાક તથા પરલેાકમાં અવશ્ય ઉત્તમ પદવી પ્રાપ્ત થાય છે. આ હશ પ્રકારના વિનય ઉપર શ્રી ભુવનતિલકની કથા આપેલી છે. ૩૨
પ્રથમ સામાન્ય રીતે કષાયાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, હવે પૃથક પૃથક્ ચાર શ્લેાકેાવડે ઉપદેશ આપે છે:
.
मणे मणांगं पिहु तिब्बरोसो, न धारियव्वो कयपावपोसो | जो भवे पुन्नजलस्स सोसो, संपजए कस्स वि नेव तौसो ॥३३॥
૪.
,,
મૂળાથ—પાપને પુષ્ટ કરનાર તીવ્ર ક્રોધ મનમાં લગાર માત્ર પણ ધારણ કરવા નહીં; કારણકે તેથી પુણ્યરૂપી જળનુ શોષણ થાય છે અને કોઇને પણ તાષ–સતાષ થતા નથી.
૩૩
૧ આ દૃશ્યમાં વિનય કરવા ચેાગ્ય સના સમાવેશ થઇ જાય છે—ક્રાઇ બાકી રહેતુ નથી.