________________
નવ્ય:ઉપદેશ સહતિકા. " उस्सुत्तभासगा जे ते, दुक्करकारगाऽवि सच्छंदा । ताणं न दंसणं पि हु, कप्पइ कप्पे जो भणियं ॥
जे जिणवयणुत्तिन्नं, वयणं भासंति अहव मन्नांत । | સમર્ણિ તદ્દલ વિ સંસાપુ િ .”
“જેઓ ઉત્સુત્રભાષી છે તેઓને દુષ્કર કાર્ય કરનાર છતાં પણ સ્વછંદી જાણવા, તેમનું દર્શન કરવું પણ યંગ્ય નથી એમ સૂત્રમાં કહ્યું છે. જેઓ જિનેશ્વરના વચનથી વિરુદ્ધ વડન બોલે છે અથવા માને છે, તેમનું દર્શન પણ સમ્યગદષ્ટિને સંસારની વૃદ્ધિ કરનારું છે.” ૧૯
જેઓ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોય તથા ઉત્રની પ્રરૂપણ કરનારા હોય, તેઓ કષ્ટકારી કિયાને કરવા હોય તો પણ તેઓએ કરેલું વ્રત નિયમાદિક સર્વ અનુષ્ઠાન નિષ્ફળ જ છે તે ઉપર કહેછે— अइक्कमित्ता जिणरायाणं, तवंति तिव्वं तवमप्यमाणं । पढति नाणं तह दिति दाणं, सव्यं पि तेसि कयमप्पभाणं ॥२
મૂળાઈ—જેઓ જિનરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઘણું તીવ્ર તપ તપે છે, જ્ઞાન ભણે છે તથા દાન આપે છે, તેઓનું કરેલું સર્વ કૃત્ય અપ્રમાણ-નિષ્ફળ છે. ૨૦
ટીકાર્થ-જિનેશ્વરની આજ્ઞાને ઉલ્લંઘન કરી તીવ્ર અને અપ્રમાણ એટલે ઘણું છઠ્ઠું અડ્ડમાદિક તપ કરે છે, આગમરૂપ જ્ઞાનને ભણે છે, તથા અભયદાનાદિક દાનને આપે છે ઈત્યાદિક સર્વ મિથ્યા આગ્રહ કરીને જેમની બુદ્ધિ ગ્રસ્ત થયેલી છે એવા મનુષ્યનું કરેલું નિષ્ફળ છે. તેમનું સર્વ અનુષ્ઠાન અપ્રમાણ જ છે-પ્રમાણપણાને
૬૩
૬૪