________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. દમણ કર્યા કરે છે. એમ પૂર્વ કાવ્યમાં વ્યતિરેક દષ્ટાંતવડે કહ્યું. હવે તેજ હકીક્ત અન્વયે દ્વારવડે કરીને કહે છે.
आणं जिणं सिरसा वहति, घोरोवसग्गाइ तहा सहति। धम्मस्स मागं पयर्ड कर्हति, संसारपार नणु ते लहंति ॥८॥
મૂળાર્થ–જે જિનેશ્વરની આજ્ઞાને મસ્તકે ધારણ કરે છે, તથા ઘર ઉપસર્ગોને સહન કરે છે, તથા ધર્મના માર્ગને પ્રગટ રીતે કહે છે, તેઓ અવશ્ય સંસારના પારને પામે છે. ૮
ટીકાર્થ-જે માણસે જિનેશ્વરની–તીર્થકરેની આજ્ઞાનેઆદેશને મસ્તકવડે વહન કરે છે, તથા જેઓ ઘેર-ઉગ્ર એવા ઉપસર્ગોને સહન કરે છે, અને ધર્મના માર્ગને પ્રગટ એટલે નિષ્કપટપણે કહે છે, તેઓ નિચે સંસારના પારને પામે છે. આ કાવ્યમાં પહેલા ત્રણ પાદવડે સંસારના પારને પામવાને ત્રણ પ્રકારને ઉપાય બતાવ્યું છે, એટલે કે આ ત્રણ પ્રકારે કરીને અનેક ભવ્ય સિદ્ધિને પામ્યા છે. જેઓ જિનેશ્વરની આજ્ઞાને અનુસરીને જ ઘર ઉપસર્ગને સહન કરે છે, તે જ સિદ્ધિસુખને ભેગવનારા હોય છે; પરંતુ સર્વજ્ઞની આજ્ઞાથી વિમુખ થઈને બાળ તપસ્વિની જેમ ઘણે પ્રકારે અનિષ્ટ એવા કાયકષ્ટને સહન કરે તે પણ તેથી સિદ્ધિ સુખ પ્રાપ્ત થતું નથી તથા સદ્ધર્મના માર્ગને પ્રગટપણે કહેનારા ઘણું જ સિદ્ધિસુખને પામ્યા છે. આ પ્રકારના આચારને આચરનાર મનુષ્ય જ સંસારસાગરને પાર પામી જાય છે, એ અહીં ભાવાર્થ છે. જેમાં પ્રથમથી જ જિનાજ્ઞાના આરાધક હોય છે, તેઓ સહેલાઈથી સિદ્ધિનું સુખ સાધી શકે છે એમાં કાંઈપણ આશ્ચર્ય નથી, ઉપરાંત એજન્મથી