________________
૧૪
નવ્ય ઉપદેશ સમિતિકા. થાય છે, તો રાજ્યાદિકની સ્થિતિની તે શી આશા રાખવી? આ દેહે કરીને મેં અન્યનાં કાર્યો જ કર્યો છે, આત્માને અર્થે કાંઈ પણ કાર્ય કર્યું નથી. મેં પૂર્વ જન્મમાં જે પુણ્યકાર્ય કર્યું હશે, તે સર્વ નષ્ટ થઈ ગયું–ભગવાઈ ગયું. હવે જે નવું સત્કાર્ય નહીં કરું, તે આ શરીર વ્યાધિઓવડે વ્યાપ્ત થયા પછી મારાથી ધર્મ કરી શકાશે નહીં, અને તેથી કરીને મારે આ મનુષ્યભવ વ્યર્થ જશે, અને સુકૃત કર્યા વિના જ મરણ પામવું પડશે. વળી મારી કાયા સુંદર ભેગ ભેગવવામાં અસમર્થ થશે, અને તેથી બીજાઓને ભેગ ભેગવતા જોઈને મારા મનમાં ઈર્ષ્યા તથા વિષાદ ઉત્પન્ન થશે, અને તેથી વિશેષ ચિંતાતુર થવાને લીધે મનનું સુખ પણ નાશ પામશે. જે જીવ વિષ્ટા મૂત્રમય સ્ત્રીના જઠરમાં ઉત્પન્ન થઈને વીર્ય તથા શોણિતનું ભક્ષણ કરી વૃદ્ધિ પામે છે, તે જીવ કાગડાની જેમ સ્નાનાદિકવડે શેભાને તથા પવિત્રતાને વછે છે તે કેવું આશ્ચર્ય છે? મોક્ષના સાધન રૂપ આ કાયાએ કરીને જે મનુષ્ય ધર્મરૂપી ધનને ત્યાગ કરે છે, ધર્મધનને ઉપાર્જન કરતું નથી, તે એક પથ્થર માટે ચિંતામણિ રત્નને ત્યાગ કરે છે, તૃણને માટે કલ્પવૃક્ષને આપી દે છે, અને કણને માટે કામધેનુને આપી દે છે એમ જાણવું.” ઇત્યાદિ શુભ વિચાર કરીને તેણે તરત જ રાજ્યપર પિતાના પુત્રને સ્થાપન કરી પોતે દીક્ષા ગ્રહણ કરી, અસામાન્ય નિર્મમતા ધારણ કરી, અને સદ્ગતિની પ્રાપ્તિ કરી, વિગેરે અસરકારક વૃત્તાંત વર્ણવ્યું છે.
જેનું ચિત્ત વિરક્ત હોય છે તેજ સર્વદા સુખી હોય છે, અને તેથી અન્ય પ્રકારના મનુષ્ય મહા દુઃખી હોય છે, તે ઉપર પૂર્વ કાવ્યના અર્થના સંબંધવાળું છઠું કાવ્ય કહે છે –