________________
:
* -
*
*
**
.
નવ્ય ઉપદેશ સપ્તતિકા. મુળાર્થ—આ ઉપદેશ સિત્તરીનું પઠન કરીને જેઓ ચિત્તમાં પરમાર્થના વિસ્તારને જાણે છે, તેઓ દુસ્તર એવા દુઃખના સમૂહને તરીને ક્ષેમકુશળથી અનુત્તર (મેક્ષનાં) સુખને પામે છે. ૭૩.
ટીકર્થ–ઉત્તમ પુરૂષે આ ઉપદેશ સિત્તરીને સૂત્રથી ભણીને પછી ચિત્તમાં પરમાર્થના–મોક્ષના વિસ્તારને–તેના સાધનના ઉપાયને જાણે છે. કેવળ સૂત્રનું પઠન કરવાથી જ્યાં સુધી પરમાર્થતત્વ જા નથી ત્યાં સુધી કાંઈપણ અર્થની સિદ્ધિ થતી નથી. તેથી કરીને અહીં તત્વને જાણવાનું કહ્યું છે. હવે તત્ત્વ જાણવાનું ફળ કહે છે. તત્વને જાણનારા પ્રાણીઓ અત્યંત દુસ્તર એવા જન્મ, જરા, મરણ, શેક અને રેગરૂપ દુઃખના સમૂહને તરીને ક્ષેમકુશળ અનુત્તર–સર્વોત્તમ સિદ્ધિવધુની પ્રાપ્તિરૂપ સુખને પામે છે. અહીં લેકમાં “” એ પદ લખ્યું છે તે ગ્રંથકારનું નામ સૂચવવા માટે છે, તથા આદિ, મધ્ય અને પર્યતે મંગળ કરવાથી શાસ્ત્રની પ્રસિદ્ધિ થાય છે, તેથી અંતમાં પણ મંગળ કરવા માટે લખ્યું છે. ૭૩.
| | તિ ઉદ્દેશ સંસ્કૃતિ છે.