________________
૧૦૦
૧૦૦
નવ્ય ઉપદેશ સમિતિકા. करेसि नो इत्थ जया सुकम्म, केहं मुंह जी लहेसि रम्म
1
/ ૭૦ |
મૂળાર્થ–પૂર્વ જન્મમાં ઉદાર એવું જે સુકૃત-પુણ્ય તેં કર્યું હતું, તેવડે આ સારભૂત મનુષ્યપણું તને પ્રાપ્ત થયું, હવે જો આ ભવમાં તું સુકૃત નહીં કરે, તે (આગામી જન્મમાં) હે જીવ! રમણીય-મનહર સુખને તું શી રીતે પામીશ? ૭૦. - ટીકાથ–પૂર્વ જન્મમાં જે સુકૃત-દાન, શીળ, તપ વિગેરે તેં કર્યું છે, તે સુકૃત કેવું ? તે કહે છે-ઉદાર એટલે અદ્ભુત, અર્થીત સ્વર્ગ અને મોક્ષના સુખ આપવામાં જિનધર્મ જ ઉત્તમ દાતાર છે, બીજા કેઈ ધર્મની તેની સાથે સમાનતા નથી, તેથી જૈનધર્મને આરાધનવડે બાંધેલું પુણ્ય ઉદાર કહેવાય છે. તે સુકૃત કરીને સાર એટલે તત્વભૂત આ મનુષ્યપણું તું પામ્યો છે, વળી સુકૃતના પ્રભાવથીજ ઉચ્ચ કુળમાં જન્મ પમાય છે, અન્યથા પમાડે નથી, તે પણ તું પામે છે. આ પ્રકારની ધર્મસાધનની સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ હે પ્રાણ ! જે આ ભવે તું સત્કર્મ નહીં કરીશ, તે હવે પછી મને હર સુખ શી રીતે પામીશ? આ હકીકત ઉપર મૃગાપુત્રની કથા આપેલી છે. ૭૦.
હવે શ્રીજિન ધર્મના મૂળ દ્વારરૂપ સમકિતને ઉદ્દેશીને કહે છે तवेण पकालियकम्मलेवो, अन्नो जिणिदाउ न कोइ देवो । गुरू सुसाहू जिणरायवुत्तं, तत्तं च सम्मत्तमिमं निरुत्तं ॥७॥
મૂળાથે–તપવડે કરીને કર્મને લેપ ધોઈ નાંખે છે એવા. જિનેશ્વર સમાન બીજે કઈ દેવ નથી, (તે જ ખરા દેવ છે) સુસાધુ