________________
: ૪૦ :
હર્ષ–પ્રભા
માંગરોળ, જગડીયા થઈ ભરૂચ પધાર્યા. શ્રી સંઘની વિનતિથી સં. ૧૯૩ નું ચાતુર્માસ આચાર્યશ્રીએ ભરૂચમાં કર્યું. વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રને ઉપદેશ કર્યો. અહીં પણ ઉપધાન તપની ક્રિયા કરાવી. માળોત્સવ પ્રસંગે શાંતિસ્નાત્ર, નવકારશી આદિ ધાર્મિક કાર્યો થયાં. આ સં. ૧૪ નું ચાતુર્માસ અમદાવાદ ડહેલાના ઉપાશ્રયમાં કર્યું. સં. ૧૫ માં અમદાવાદથી વિહાર કરી ભેયણ તથા શંખેશ્વર તીર્થોની યાત્રા કરી રાધનપુરના સંઘની વિનતિથી રાધનપુર પધાર્યા. સં. ૧૯૫ નું ચાતુર્માસ રાધનપુર કર્યું. ચાતુર્માસ પછી શેઠશ્રી રતીલાલ વાડીલાલ તરફથી અઠ્ઠાઈ– મહત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર તેમજ શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાંની પ્રતિષ્ઠા કરાવી. અહીંથી વિહાર કરી શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી પાટણ પધાર્યા, સં. ૧૯૬ નું ચાતુર્માસ પાટણ ખેતરવશીના ઉપાશ્રયે કર્યું.
વાંકલીમાં શ્રી હજારીમલજી જવાનમલજીની ઉપધાન કરાવવાની ભાવના હતી. ગુરૂદેવ આચાર્યશ્રીને શ્રી જવાનમલજીએ વિનંતી કરી. ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનિતિસૂરીશ્વરજી વાંકલી પધાર્યા. તેમણે આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીને વાંકલી આવવા સંદેશ મેક. આચાર્યશ્રીએ પાટણથી વિહાર કર્યો અને વાંકલી પધાર્યા વાંકલીમાં આ ઉત્સવ બહુજ સુંદર થયો. ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનિતિસૂરીશ્વરજીની તબીયત બરાબર ન હોવા છતાં ઉપધાન તપના આરાધકોને પિતે જાતે વિધિ કરાવી પ્રવેશ કરાવ્યું. આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજય હર્ષસૂરીશ્વરજીએ