________________
અબ મેહે તારે ?
( ૩ ) આપણા ચરિત્ર નાયક હુકમાજીની ભાવના બર આવે એવા સંજોગો દેખાતા ન હતા. મોટા ભાઈઓ અને ભાભીએને પ્રેમ હુકમાજી ઉપર ઘણે ઘણે હતે દુકાનના કામકાજમાં હુકમાજીનું મન ચોટતું નહિ પણ ઘરમાંથી નીકળવું મુશ્કેલ હતું.
નાનુભાઈ! હમણાં હમણાં કેમ ઉદાસ રહે છે. ભાભીએ હકમાજી ઉદાસ રહેતા જોઈ પૂછયું”
“ભાભી! ઉદાસ તે કાંઈ નથી પણ યાત્રા કરવાની ભાવના થઈ છે.”
“તીર્થ યાત્રા કરવી હોય તે તમારા ભાઈને કહીને જરૂર રજા અપાવું પણ તમે જશે કેની સાથે !
“ભાભી ! શ્રી વાડીભાઈ જવાના છે અને તેમને ઘર જે સંગાથ છે. તમે મારા ભાઈને કહે તે મને જાત્રાને લાભ મળે.'
ભાઈ! નાની બીંદડી (વહુ) લાવવી છે તેનું શું ! હવે તે વહુજીની ટી-દાળ ખાવાનાને !”
ભાભી ! એવી મશ્કરી ન કરો. લગ્નની વાત મને રૂચતી નથી. હમણાં શું ઉતાવળ છે !”
શું જીવનભર કુંવારા રહેવું છે કે પછી તમે ડાહાભાઈની સજઝાયના બેલ ગાયા કરે છે તેમ ચારિત્ર કયારે લઈશું ! થાય છે !”
ભાભી ! સાચું પૂછે તે મારી તે ભાવના દીક્ષાની છે પણ મારા મોટાભાઈની બીક લાગે છે.”