________________
હર્ષ–પ્રભા
કહે કેણે દીઠો રે હાર અરણીઓ,
પૂંઠે લેક હજારેજી, અરણિક મુનિવર ચાલ્યા ગોચરી
બધાના હૃદયમાં ગુંજી રહ્યા, અને મેતારજ મુનિ સઝાયના શબ્દો
વાધર શીશે વીંટીયું છે, તડકે રાખ્યા મુનિરાજ. ફટ ફટ ફૂટે હાડકાં છે, તડ તડ ગુટે ચામ; સેનીટે પરિષહ દીજી, મુનિ રાખ્યો મન ઠામ,
મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર. સાંભળતાં સાંભળતાં નાના-મોટા બધાનાં હદય હચમચી ઉઠયાં. અને આંખડીઓ અશ્રધારાથી છલકાઈ ગઈ. ડાહ્યાભાઈ પણ એવા હદયનાં ઊંડા ઊંડા ભાવપૂર્વક ગાતા હતા કે બધાં મંત્રમુગ્ધ થઈ જતા.
આપણા ચરિત્રનાયક હુકમાજીને પણ આજે આ સજઝાયો સાંભળી વૈરાગ્ય ભાવના જાગી ઉઠી.
ડાહ્યાભાઈએ ગૌતમસ્વામીને વિલાપ સંભળા, અને નીચેના પદેએ તે પોતે પણ રડી ઉઠયા.
આપ ગયા નેધારે મૂકી મુજને, દુઃખના ડુંગર ઉગ્યા દીનદયાળ જે, ભરત ભવિ તુમ પ્રેમ તળે પાગલ બન્યા, છેહ દીધે તેઓ ને પણ કૃપાળ જે, મન મંદિરના વાસી વ્હાલા વીરજી.