________________
[૨]
મુહપત્તિબંધન
છવ કે વાયુકાયના જીવોની હિંસાથી બચવા તેમજ શાસ કે આગમ પર થુંક ઊડીને આશાતના ન થાય તે માટે જ મુખ પર મુહપત્તિ બાંધવાનું ગીતા–કથન છે.
ફક્ત આપણામાં જ આવું કથન છે એટલું જ નહિ પરંતુ પારસીઓ, મુસ્લીમ, વૈષ્ણવો પણ પવિત્ર પુસ્તક વાંચન વખતે રૂમાલ, કપડું કે લાકડાની પટ્ટી મુખ આગળ રાખે છે, જે આપણું ગીતાર્થ પરંપરાગત હકીકતનું જ વિશેષ સમર્થન કરે છે.
आगममायरंटेणं अत्तणो हियकंखिणो ।
तित्थनाहो गुरुधम्मो सव्वे ते बहुमन्निया ॥ १॥ આત્મહિતની ઈચ્છાવાળાએ આગમને આદર કરતાં તીર્થકર ભગવાન, ગુરુ અને ધર્મ એ બધાને આદર કર્યો ગણાય.
–સંબોધસપ્તતિકા ધર્મશાસ્ત્ર વાંચતી વખતે મોઢા ઉપર મુહપતિ અથવા કપડું બાંધવાની પ્રથા જૈન તથા જૈનેતર ધર્મમાં ઘણા કાળથી પ્રચલિત છે. મુસલમાનો કુરાન વાંચતી વખતે મોઢા પર રૂમાલ બાંધે છે. પારસીઓમાં મંત્રોચ્ચાર કરતી વખતે મોઢા પર કપડું બાંધવાનો રિવાજ છે, સાંખ્યમતવાળા જીવદયા નિમિત્ત મેઢા આગળ લાકડાની મુહપત્તિ રાખે છે, વૈષ્ણ ભાગવત વાંચતી વખતે મેઢા પર કપડું બાંધે છે, આ તે જૈનેતર દર્શનની વાત થઈ, પરંતુ જૈનદર્શનમાં તે ધર્મદેશના આપતી વખતે મોઢા પર મુહપત્તિ બાંધવાનો રિવજ ગણધર મહારાજના સમયથી ચાલ્યો આવે છે, તે માટે વાદિવેતાલ શ્રી શાન્તિરિ મહારાજ શ્રી ચત્યવંદન મહાભાષ્યમાં • ાિના”ના અધિકારમાં સ્પષ્ટ રીતે કહે છે કે