________________
૩૭
સૂત્રો જે વિચ્છેદ ગયા હોય તે તેનું જ્ઞાન પણ વિચ્છેદ જાય. વિચ્છેદ જવું એટલે ભૂલાઈ જવું. કારણ સૂત્ર મેઢે હતા. અને પછી યાદ રહેલા જ્ઞાનમાં મતિ વિભ્રમથી અયથાર્થતા આવી ગઈ હોય.
સૂત્રો વિચ્છેદ ગયા પછી પણ સૂત્રનું જ્ઞાન યથાર્થ રહે છે. એમ દિગંબરે કહે તે તે હિસાબે શ્વેતાંબર પાસે રહેલાં સૂત્રોમાં પણ યથાર્થ જ્ઞાન છે એમ તેમણે કબુલ કરવું જોઈએ. કારણ કે નહિતર કષાય પાહુડની ટીકા અયથાર્થ જ્ઞાનમાંથી નિષ્પન્ન થઈ છે એમ માનવું પડે. પરંતુ અહિંયા તે ઠેઠ વિકમની નવમી સદીમાં આચાર્ય શ્રી વીરસેન તથા જિનસેને મળીને સાઠ હજાર શ્લોક પ્રમાણ જયધવલા નામની મોટી ટીકા રચી છે. અને તેને પ્રમાણ આગમ તરીકે માન્ય ગણવામાં આવે છે.
આ ઉપરથી માનવું જ પડશે કે પૂર્વ તથા અંગસૂત્રોનું એકદેશીય જ્ઞાન ઠેઠ વિકમની નવમી શતાબ્દિ સુધી પ્રાપ્ત હતું. એટલે કે સૂત્રો સંપૂર્ણ વિચછેદ નહેતા ગયા પણ તેનો કેટલોક ભાગ વિચ્છેદ ગયે હતું, અને આકીને ભાગ મોજુદ હતે. | દિગંબરેનાં એકાંત આગ્રહનું પરિણામ
દિગંબરોએ અલકપણું-નગ્નપણાને એકાંત આગ્રહથી પકડી રાખ્યું તેનું પરિણામ એ આવ્યું કે–
(૧) સ્ત્રી નગ્ન રહી શકે નહિ તેથી સ્ત્રીને ચારિત્ર અને મેક્ષ હોઈ શકે નહિ એમ દિગંબરોને જાહેર કરવું પડયું.
(૨) વસ્ત્ર વિના પાત્રે લઈ જઈ શકાય નહિ તેથી માત્ર રાખવ ની બંધી કરવી પડી.