________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
૨૯
પણ કપે નહિ જે કારણથી કલ્પભાષ્યમાં કહ્યું છે, (૧) જેઓ જિનેશ્વરના વચનથી વિરુદ્ધ વચન બેલે છે અથવા તે પ્રમાણે માને છે તેમનું દર્શન પણ સમ્યગદષ્ટિ જીવને સં સારવર્ધક છે. આ ઉપરથી વાચકો સમજી શકશે કે ઉસૂત્રપ્રરૂપણ કરનાર પિતે સંસાર સમુદ્રમાં ડૂબે છે અને આશ્રિતને પણ બાડે છે,
પ્રશ્ન ૨૪–એક જીવ જ્ઞાન અને ક્રિયામાં શિથિલ છે, પરંતુ પ્રરૂપણા શુદ્ધ કરે છે અને બીજે જ્ઞાન અને ક્રિયામાં અપ્રમત્ત છે, ત્યાગી છે પણ જાણીજોઈને ઉસૂત્રપ્રરૂપણા કરે. છે તે આ બેમાં શ્રેષ્ઠ કેણ ગણાય?
ઉત્તર–હિતોપદેશમાલા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે તે શુદ્ધ પ્રરૂપક જ શ્રેષ્ઠ ગણાય, કેમકે શિથિલાચારથી પિતે ડૂબે છે પણ બીજાને ડૂબાડતું નથી ત્યારે ત્યાગી ઉત્સુત્ર પ્રરૂપક તે સ્વપરને ડૂબાડે છે.
તે માટે જુઓ પૂર્વાચાર્ય પ્રણત હિતોપદેશમાલાને પાક नाणाकिरियासु सिढिला अप्पाणं चिय भवंमि पाउंति।। वितहा परूवणा पुण अणंतसत्ते भमाडंति ॥४७४।।
અર્થ –જ્ઞાન અને ક્રિયામાં શિથિલ એ પિતાના આત્માને જ સંસારસમુદ્રમાં પાડે છે, પરંતુ બીજાઓને ડૂબાડતું નથી ત્યારે ઉત્સુત્રરૂપણા કરનારા ત્યાગીએ તે પિતે ભવસમુદ્રમાં પરિભ્રમણ કરે છે અને ઉપદેશથી બીજા અનંત જીવોને ભવભ્રમણ કરાવે છે.