SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. ભાવના-ચાતક. થવી મુશ્કેલ છે, કિબહુના તે ખજાનાની પાસે મોટા રાજ્યને ખજાને તુછ છે. મારું પ્રથમનું નામ ગુણસુંદર હતું. હું નહાની ઉમ્મરમાં ઘણી શ્રીમંતાઈભરેલી સારવાર નીચે ઉછર્યો, ભણ્યો અને એક ઉચ્ચ કુલની કન્યા સાથે પરણ્યો, ત્યાંસુધીનો વખત રમત ગમ્મત, ભોગ વિલાસ, મોજમજામાં જ પસાર થયો. દુઃખ કે સંકટ એ શું ચીજ છે તે હું સમજતો નહતોમારા બીજા ભાઈઓ અને બહેનો હતાં, પણ તે સર્વેની મારી તરફ એટલી ચાહના જણાતી હતી કે મને કોઈ પણ બાબતમાં કોઈ નારાજ કરતું નહિ. યુવાવસ્થામાં મને એક યુવકની સાથે દસ્તી થઈ. દરરોજ હું અને મારા મિત્ર અમે બંને બે ઘડી સાથે બેસતા અને વિનોદની વાતો કરતા. મારે મિત્ર હમેશ મારી પાસે વૈરાગ્યની વાત કરતે, અને કહેતો કે આ દુનિયાના સંબંધીઓ સ્વાર્થવૃત્તિવાળાં હોય છે, ત્યારે હું તેનું ખંડન કરતો અને ભારે પિતાને દાખલો આપી કહેતો કે મારાં માબાપ ભાઈઓ અને સ્ત્રી વગેરે મારા ઉપર એટલે બધે પ્યાર રાખે છે કે તેઓ મને દીઠે જ દેખતા છે. હું એક ઘડીભર મોડે દેખાઉં તે તેમને કંઈને કંઈ થઈ જાય. અમારા કુટુંબમાં સ્વાર્થી પ્રેમ નથી પણ ખરેખર અંતરને પ્રેમ છે. મારો મિત્ર આ મારી વાત માનતા નહિ. તે એમ કહેતો કે જગતમાં પશુ પક્ષી અને મનુષ્યો સર્વ સ્વાર્થનાં જ સગાં છે. સ્વાર્થ સર્યા પછી કોઈ કોઈનું સગું નથી. એક વખત અમો એક તળાવ ઉપર ગયા હતા તે વખતે ત્યાં અનેક પક્ષોએ કીડા કરતાં હતાં. કમળ ઉપર ભમરા ગુંજારવ કરતા હતા. બીજી વાર ગયા તો ત્યાં કંઈ હતું નહિ. તે ઉપરથી મારા મિત્રે મને કહ્યું કે જે, આ સ્વાર્થબુદ્ધિ ! ' (ગઝલ) હતું પાણુ હતાં પક્ષી, નથી પાણી નથી પક્ષી, કેવી આ સ્વાર્થની બુદ્ધિ, નથી કરી પ્રેમની શુદ્ધિ! ૧ ખીલ્ય ફુલે હતા ભમરા, બિડાતાં તે નથી ભમરા, કરે છે સૌ સુખે સબત, દુઃખે કો ના ધરે પહેબત! ૨
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy