SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના–ાતક. હતી. હલ વિહલ અને તેના ઘરનાં માણસે હાથી ઉપર બેસી કેણિકના દરબાર પાસે થઈ નદીએ ક્રીડા કરવા જાય. ત્યાં હાથી સુંઢવતી ઉપર બેસનારને નીચે ઉતારે, ઉપર ચડાવે અને અનેક પ્રકારે ક્રીડા કરાવે. આ આશ્ચર્યકારક દેખાવથી લોકે વિસ્મય પામી હાથીની તારીફ કરવા લાગ્યા અને હલ વિહલને આ હાથી હોવાને લીધે સભાગી માનવા લાગ્યા. બીજી તરફ હલ વિહલની સ્ત્રીઓના શણગારને શોભાવનાર દિવ્ય હાર અને કુંડળના પણ લોકે વખાણ કરવા લાગ્યા. આ બધી હકીકત દાસીઓ દ્વારા કેણિક રાજાની રાણી પદ્માવતીના સાંભળવામાં આવી. પદ્માવતીથી તે સહન થઈ શકયું નહિ. રાજ્યના માલેક અમે અને હાથીની ખરી સાહેબી તો હલ વિહલ જ ભોગવે છે. આ હાથી તો અમને જ શોભે! એવી રીતે ઈષ્યની સાથે જ તે હાથી અને હાર પડાવી લેવાનો લોભ પદ્માવતીના મનમાં પ્રદીપ્ત થયો. યોગ્યાયોગ્ય કે ન્યાયાન્યાયને વિચાર કર્યા વગર તે વાત પદ્માવતીએ કેણિકની આગળ મૂકી. કેણિકના અંગમાં હજુ કંઈ ન્યાયવૃત્તિ અને ભ્રાતૃસ્નેહને અંશ હતો તેથી તે વાત ઉરાડી દીધી, પણ પદ્માવતીએ તે નિશ્ચય કરી રાખ્યો હતો કે આજ નહિ તો કાલે, કાલ નહિ તો પરમ દિવસે, પણ રાજાના મનમાં વાત ઠસાવી હલ વિહલના હાર હાથી પડાવી લેવા. દરરોજ થોડી થોડી ઉશ્કેરણી કરતાં કરતાં છેવટે પદ્માવતીએ કેણિકના મનમાં રહેલી ન્યાયવૃત્તિ અને ભ્રાતૃરનેહને દેશવટ દેવરાવ્યો. સ્ત્રી ઉપર આશક બનેલા કેણિકે પદ્માવતીના નાલાયક વિચારોને પિતાના ઉરમાં અવકાશ આપી સ્વાર્થવૃત્તિ અને અન્યાય બંને દોષો ધારણ કર્યા. હલ વિહલને પિતાની પાસે બોલાવી હાર હાથી સંપી દેવાની ફરજ પાડી. ગામ ગિરાસ દ્રવ્ય જોઈએ તે લ્યો, પણ હાર તથા હાથી મને સોંપે, એ વસ્તુ તમને શોભતી નથી, એ તો રાજ્યમાં જ શોભે. આવાં કેણિકના મુખમાંથી નિકળતાં વચને સાંભળી હલ વિહલે વિચાર કર્યો કે ભાઈએ
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy