________________
અશરણ ભાવના તેવું નથી? એક રાજાને તે પણ ખાનગી રીતે માર તેમાં બીજાની મદદની શી જરૂર હતી ? હવે તરત તે કામ પાર પાડું. વિલંબ થવાથી વખતે તે વાત કુમાર તરફથી બહાર પડી જાય, માટે તરત ગોઠવણ કરૂં. આવો નિશ્ચય કરી તે દુષ્ટાએ પરદેશી રાજાને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું અને રસોઈમાં, વાસણમાં, આસનમાં દરેક સ્થળે ઝેર નાંખી દીધું. રાજા જમવાને આવ્યા, ભોજન કર્યું, તેની સાથે ઝેરની અસર થઈ તેથી અધૂરે ભેજને રાજા ઉઠી ગયા અને પિષધશાળામાં ગયા. સૂરિકતાના આ કાવત્રાની રાજાને ખબર પડવા છતાં તેને વાંક ન દેખતાં સમાધિ પરિણામે સંથારો કરી રાજા સ્વર્ગે ગયા; પણ સૂરિકતાએ છેવટે પિતાની સ્વાર્થ લંપટતા દર્શાવી અધમતા સાબીત કરી. ત્રીજા નંબરની મધ્યમ સ્ત્રીઓ તે સ્થળે સ્થળ છે. ચોથા નંબરની ઉત્તમ સ્ત્રીઓ તો આ જગમાં થોડી જ છે. | હે મોહમુગ્ધ! પહેલા ત્રણ નંબરની સ્ત્રીઓ તે જીવતાં જ છેહ બતાવે છે. ચોથા નંબરની સ્ત્રી જીવતાં સુધી કદાચ પ્રેમ રાખે છે અને મરણ પછી પણ કદાચ નેહ રાખે તોપણ તે મરણથી બચાવી શકે તેમ તો નથી જ ! ગમે તેવી જુવાનીમાં કાળ આવી પહેચશે, ત્યારે જુવાન સુંદર અને પ્રેમાળ પત્ની પતિને મેતથી નહિ બચાવી શકે. (૧૧).
[ એક શાસ્ત્રીય અને અનુભવ સિદ્ધ દાખલાથી અશરણુ ભાવનાનું સ્વરૂપ નીચેના કાચથી દર્શાવાય છે.]
दुर्गेऽरण्ये हरिणशिशुषु क्रीडया बंभ्रमत्सु । तत्रैकस्मिन् मृगपतिमुखातिथ्यमाप्ते प्रकामम् ।।