SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ અનિત્ય ભાવના, “ રાખ થશે રણમાં બળીને બધી કંચનના સરખી શુભ કાયા !” તે પછી રાત દિવસ શરીરને પોષવામાં જ વળગી રહેવું, તપ, જ્ઞાન, ધ્યાન, પરોપકાર કંઈ પણ ન કરવું, એ મળેલી તકને ગુમાવી નાંખવા જેવું જ ગણાય. સુજ્ઞ જનોએ શરીરનું અનિત્ય સ્વરૂપ સમજી જ્યાં સુધી તેની હયાતિ છે ત્યાંસુધી દર ક્ષણે કંઈ ને કંઈ આત્મિક કાર્ય સાધવું, વ્રત પચ્ચખાણ, ત્યાગ, નિયમ, ઇંદ્રિયદમન, મનોનિગ્રહ અને પરમાર્થનાં કાર્યો કરી લેવાં. યાદ રાખવું કે ક્ય સારું વ્રતધારા.” “દેહ ખેહ હો જાયેગી, ફિર કહાં કરેગો ધર્મ !” દેહને નાશ થયા પછી કંઈ બની શકવાનું નથી; માટે આ દેહથી જેટલાં શ્રેયસ્કર કાર્યો બની શકે તેટલાં કરી લેવા એજ શરીરની અનિત્ય ભાવવાનું ફળ છે. (૫-૬). ( [ સંપત્તિ અને શરીર એ સર્વને નાશ કરનાર મોત છે. તેનું સામર્થ કેટલું છે તે હવે પછીના શ્લોકમાં બતાવવામાં આવે છે.] बलिनामपि कालकवलीभवनम् । प्राज्यं राज्यसुखं विभूतिरमिता येषामतुल्यं बलं । ते नष्टा भरतादयो नृपतयो भूमण्डलाखण्डलाः॥ रामो रावणमर्दनोपि विगतः क्वैते गताः पाण्डवा। राजानोपि महाबला मृतिमगुः का पामराणां कथा ॥७॥ બળવાન રાજાએ પણ કાળના કેળીયા. અર્થ–જેમની રાજ્યસત્તા વિશાળ હતી, જેમને ત્યાં વૈભવ અપરિમિત હતો, જેમના શરીરનું બળ પણ અદ્વિતીય હતું, તેવા ભરત આદિ સાર્વભૌમ રાજાઓ પણ કાળના કવલ થઈ ગયા ! રાવણ ચાલ્યો ગયો અને તેને મારનાર રામચંદ્રજી જેવા પણ આ દુનીયાને છોડી ચાલ્યા ગયા ! કયાં ગયા તે મહા બળવાન અને જગત્ વિખ્યાત પાંચ પાંડવો? હામ દામ અને ઠામના ધણી,
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy