________________
उपसंहार तथा ग्रंथप्रशस्ति.
शार्दुलविक्रीडितहत्तम् ।
प्रन्थस्योपसंहारः एतद्वादशभावनाभिरमुमानेकान्ततो योऽसकस्वात्मानं परिभावयेत्त्रिकरणैः शुद्धः सदा सादरम् ॥ शाम्यन्त्युग्रकषायदोषनिचया नश्यन्त्युपाध्याधयोदुःखं तस्य विलीयते स्फुरति च ज्ञानप्रदीपो ध्रुवम् ॥९८॥
ગ્રંથનો ઉપસંહાર અર્થ–જે ભવ્ય જિજ્ઞાસુ પ્રાણી એકાન્તમાં દઢ આસન લગાડી મન વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉત્કટ રૂચિ અને પ્રેમ સહિત આદરભાવ રાખી આ ગ્રંથમાં બાર ભાવનાવડે હમેશ અનુકુળ સમયે આત્મતત્ત્વની વિચારણું કરશે, તેના મનમાં કષાયના ઉગ્ર દોષો શાન્ત થઈ જશે, આધિ અને ઉપાધિઓ નષ્ટ થશે, દુઃખ દૂર જતું રહેશે, જ્ઞાનરૂપી દી સ્કુરાયમાન થશે અને અભિનવ આનંદ પ્રકટશે. (૯૮)