________________
=
=
=
ધર્મ ભાવના
૩૬૧ ગમન, શિકાર, ક્રોધ, માન, માયા, લોભ, ચાડી-ચુગલી, નિન્દા વગેરે દોષોને જૈનધર્મ વખોડી કાઢી પોતાના સર્કલમાંથી બહાર ફેંકી દે છે, એટલે સદાચારની કસોટીમાં જૈન ધર્મની ઉત્તમતા પુરતી રીતે સાબીત થાય છે. સમાધિ-સુલેહ શાંતિની બાબતમાં પણ જૈન ધર્મ હડતો દરજજો ભોગવવાને શક્તિમાન છે. જેને ધર્મ બાહ્યાચાર કરતાં આંતર આચાર–ભાવશુદ્ધિને વધારે મહત્તા આપે છે. બાહ્યાચારમાં ગમે તેટલે હડીયાતો હેય પણ મોહનીચની પ્રવૃતિઓનો ઉપશમ ક્ષપશમ કે ક્ષય કરે નહિ તે ગુણ સ્થાનની શ્રેણી ઉપર હડી શકે નહિ અને તે ધર્મને ઉત્તમ દરજે મેળવી શકે નહિ. આને માટે અભવ્યનું દૃષ્ટાંત બસ છે. અભવ્ય જીવ બાહ્યાચાર ખામી વગરને પાળે પણ આંતર શુદ્ધિને અભાવે પ્રથમ ગુણસ્થાનને મૂકી આગળ વધી શકે નહિ. ધર્મને આવિર્ભાવઉદય ચોથા ગુણસ્થાનથી જ થાય છે. ગુણસ્થાન રાજ્યસત્તાથી કે શ્રીમંતાઈથી, અધિકારના દબદબાથી કે વગસગથી મેળવી શકાતું નથી, પણ મોહનીયની પ્રકૃતિઓને જીતવાથીઉપશમ ક્ષાપશમ કે ક્ષય કરવાથી મેળવાય છે. આ ગુણસ્થાન સમ્યગ જ્ઞાન અને સમ્ય દર્શનારૂપ મૃતધર્મના બે સર્કલમાં સમાઈ જાય છે. ચારિત્રના સર્કલકુંડાળા સુધી ચોથા ગુણસ્થાનની સીમા લંબાતી નથી. આ ગુણસ્થાને માત્ર ધર્મનો પાયે પડે છે. ધર્મના એક અંગરૂપ તત્ત્વજ્ઞાન અને તત્ત્વનિશ્ચયને આવિર્ભાવ થાય છે. ચારિત્ર ધર્મ કે જે ધર્મનું બીજું અંગ છે, તેને ઉદય પાંચમે ગુણસ્થાને અંશથી અને છઠે ગુણસ્થાને સર્વથી થાય છે, કેમકે પાંચમું ગુણસ્થાન દેશવિરતિનું છે– ગૃહસ્થ–શ્રાવક ધર્મનું છે, ત્યારે છઠ્ઠ ગુણસ્થાન સર્વવિરતિ-સાધુનું છે કે જ્યાં ચારિત્ર્યની સર્વથા નિષ્પત્તિ થાય છે. ત્યારપછી જેમ જેમ મોહનીયની પ્રકૃતિને વધારે ઉપશમ ક્ષય થતા આવે છે તેમ તેમ ચારિત્ર્યની વિશુદ્ધિ થાય છે અને જેમ જેમ ચારિત્ર્યની વિશુદ્ધિ થાય છે તેમ તેમ ગુણસ્થાનની શ્રેણી ઉપર હડાય છે. તે