SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ નિર્જરા ભાવના निर्जरासाधनानि । निःस्वार्थबुद्धयाऽभयदानमङ्गिनां । पात्रे तथा देधुचितं सुभावतः ॥ अन्तर्विशुद्धयाऽऽश्रय भावनागिरि । चेदिच्छसि त्वं कटुकर्मनिराम् ॥ ७१ ॥ - નિર્જરાના બીજા સાધન. અર્થ-હે ભદ્ર! જે તું કટવિપાકી તીવ્ર કર્મની નિર્જરા કરવાને ઇચ્છતા હોય તો નિઃસ્વાર્થબુદ્ધિથી ભયભીત પ્રાણીઓને અભયદાન આપ તેમજ ચડતા ભાવથી સુપાત્રમાં ઉચિત વસ્તુ દાન તરીકે આપ. અંતઃકરણની શુદ્ધિ કરતાં કરતાં ભાવનારૂપ પર્વત ઉપર ચહડી તેના ઉચ્ચ શિખરને આશ્રય કર. (૭૧) વિવેચન–તપથી જેમ નિર્જરા થાય છે, તેમ દાન અને ભાવનાથી પણ ઘણાં કર્મની નિર્જર થાય છે. આ કાવ્યમાં નિર્જરાનાં ત્રણ કારણે દર્શાવ્યાં છે. અભયદાન, સુપાત્રદાન અને શુભ ભાવના. રાળ છે અમથાળ. સુય. અ. ૬ ઠું. અર્થાત-બધાં દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભય એટલે કોઈને પણ ભયથી મુક્ત કરવો. સાત પ્રકારના ભયમાં મરણુભય સૌથી વધારે ખરાબ છે. મરણના ભયમાં આવી પડેલા પ્રાણીને જીવનદાન આપી તેને ભયથી મુક્ત કરે, તેથી તેને જે ખુશાલી થાય છે તેવી ખુશાલી બીજી કોઈ પણ ચીજથી થઈ શકે નહિ. સૂયગડાંગ સૂત્રની ટીકામાં અભયદાનની શ્રેષ્ઠતા ઉપર એક ચોરનું દષ્ટાંત આપેલું છે. દષ્ટાંત–વધસ્થાને લઈ જવામાં આવતા એક ચરને જોઈ રાણીઓએ રાજાને મારવાનું કારણ પૂછ્યું. એક રાજપુરૂષે તેને ખુલાસો કર્યો, ત્યારે ચાર રાણીઓમાંની એક રાણુએ ચોરને એક
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy