SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ભાવના-શતક અનુષ્ઠાનજન્ય હોવાથી સકામ નિર્જરા કહી શકાય. તેથી ઉલટું બીજા કોઈ માણસને કે જનાવરને ખાવાની ઉત્કટ ઈચ્છા છતાં પરતંત્રપણથી કે અંતરાયના ચોગથી, એક બે દિવસ ખાવા પીવાનું ન મળે, લાંધણ કરવી પડે, તેથી કષ્ટ ભોગવતાં જે કર્મ ભેગવાયાં તેની ડી નિર્જરા તે થાય, પણ તે ઈચ્છા વિના થએલ હેવાથી અકામ નિર્જરા કહેવાય. ઈચ્છાપૂર્વક થેડી પણ જ્ઞાનસહિત કરણ કરવાથી ઘણી નિર્જરા થાય, ત્યારે ઈછા વિના જોરાવરીથી કે જબરદસ્તીથી પરતંત્રપણે ઘણું કષ્ટ ભોગવવા છતાં ડી નિર્જરા થાય. અકામ અને સકામ વચ્ચે આ તફાવત છે. કાવ્યમાંને “વતઃ' શબ્દ મુજે વિવા' એ વાક્યની સાથે સંબંધ ધરાવનાર છે. તેથી સંચિત કર્મોને સ્વતઃ–વિના પ્રયને સહજ વિપાકોદય થતાં ભેગવટ થયા પછી ડાળખીથી ત્રુટતાં પાકેલાં ફળની માફક તે કર્મોનું ખરી પડવું તે પ્રાયે અકામ નિર્જરા તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે કારણેથી સંચિત કર્મોને ઉદીરણાથી પણ ઉદયમાં લાવી વિખેરી નાંખવાં તે સકામ નિર્જરા. અકામ નિર્જરા સર્વ જીવોને તે પણ પ્રતિક્ષણે હોય છે, ત્યારે સકામ નિર્જરા ધર્મી છોને તે પણ કેટલાએકને પ્રતિક્ષણે અને કેટલાએકને કદાચિત જ હોય છે. સકામ નિ જરા સાલસાઈથી કે શાહુકારીથી કરજ ચુકવવા બરાબર છે, ત્યારે અજ્ઞાનીની અકામ નિર્જરા કોર્ટના દબાણથી કે જબરદસ્તીથી માલમત્તા જપ્ત કરી કરજ વસુલ કરવા બરાબર છે. સાલસાઈથી બે આને, ચાર આને પણ રાજીખુશીથી કરજ પતી જાય છે, ત્યારે જબરદસ્તીથી નારાજપણે સર્વ માલમત્તાની હરરાજી થતાં પણ વખતે કરજ રહી જાય તે કેદખાનું ભોગવવું પડે છે. ઇન્દ્રિયોને કાબુમાં રાખવાથી અને ભેગોને રાજીખુશીએ ત્યાગ કરવાથી, કર્મનાં કરજની પતાવટ સહેલાઈથી થઈ શકે છે. પતાવટની બીજી રીતિને અકામ નિર્જરા કહીએ તો તે કઈ રીતે અઘટિત નથી. અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરા સમાદર કરવો એ આ કાવ્યને ઉદ્દેશ છે. (૬૮)
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy