SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ = ર૭૬ ભાવના-શતક તમારે પેલે પડી ત્યારથી જ મારૂં કુળ નાશ પામ્યું છે. આ શબ્દોથી રૂદ્રદેવે એકદમ આવેશમાં આવી જઈ પાસે પડેલી લાકડીને એક સખ્ત ફટકો માર્યો. કર્મયોગે અગ્નિશિખા ઉઠીને ભાગવા જતી હતી, ત્યાં માથામાં લાકડી સખ્ત વાગવાથી ત્યાં જ તેનાં સે વરસ પૂરાં થઈ ગયાં. રૌદ્રધ્યાનમાં મરણ પામવાથી તે પિતાના જ ઘરમાં ઝેરથી ભરેલી કાળી નાગણ રૂપે અવતરી. આમ તેમ ઘરમાં ભમતાં સોનામ્હરો જોઈ ખુશી થઈ. એટલામાં જ પોતાનું ઘર બનાવી તે નાગણ રહેવા લાગી. એકદા નિકૃતિના મનમાં ચાર પેઠે. દેરાણીને ઠગીને તે નિધાન પોતાની માલકીનું કરી લેવું એવો લોભ નિકૃતિને જાગ્યો તેથી જેવી તે નિધાન લેવા ગઈ, તેવી જ નાગણીએ તેને ડંશી. ઝેર હડવાથી મરણ પામી તે આર્તધ્યાનને વેગે ત્યાં ને ત્યાં જ નકુલણી થઈ. માયાના લોભથી નાગણી અને નકુલણીનો પરસ્પર કલહ થવા લાગ્યા. જેઠાણના મરણથી સંચયા અંદરખાને ખુશ થઈ એમ ધારીને કે હવે બધી સેનાહોરો મને એકલીને જ મળશે. માયાના લોભમાં તણાતી તે જેવી સેનાહેર લેવા ગઈ તેવી જ જેઠાણની માફક નાગણનો ભંગ થઈ પડી. તે પણ અશુભ અધ્યવસાયમાં મરણ પામી, તે જ શેરીમાં કુતરી થઈ. પાછળથી સાગરે દ્રવ્યને લોભે ભાઇને વિષ દઈ મારી નાંખ્યો, તે પણ ઘરની અંદર કાળરૂપ ભયંકર સર્પ થયો અને સાગર જ્યારે નિધાન લેવા આવ્યો ત્યારે તેને પૂર્વના વૈરભાવથી દંશ માર્યો તેથી તે પણ મરણ પામી નોળીઓ થયો. નિધાનના લોભથી તે બંને પણ પરસ્પર લડવા લાગ્યા. એકદા રૂદ્રદેવ દુકાનેથી ઘેર આવતો હતો, તે વખતે અભિમાની ડુંગર પગ ઉપર પગ ચડાવી મૂછ મરડીને બેઠા હતા. રૂદ્રદેવે તેને કંઈક કામ બતાવ્યું પણ તેણે ઉદ્ધતાઈપૂર્વક ચોખ્ખી ના પાડી તેથી કુપિત થએલા રૂદ્રદેવે તેને ઠપકો આપ્યો કે હજુ તે બાપની કમાણી ઉપર તાગડધીન્ના કરે છે, અને આટલું બતાવ્યું કામ પણ કરતું નથી ? દુષ્ટ ! ચંડાળ ! તારા જેવા નાલાયક
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy