________________
ॐ नमो वीतरागाय ॥ भावना-शतक.
- शार्दूलविक्रीडित वृत्तम् ॥
मंगलाचरणम् । श्रीन्दारकन्दवल्लभतरं कल्पद्रुतुल्यं सदा । नत्वाऽऽखण्डलमण्डलाचितपदं श्रीवर्द्धमानं जिनम् ॥ स्मृत्वा हृद्यऽजरामरं गुरुगुरुं नर्मीयते बोधकं । भव्यानां भवनाशनाय शतकं सद्भावनानामिदम् ॥१॥
મંગળાચરણ. અર્થ-દેવતાઓના વૃન્દને અતિશય વલ્લભ થયેલા, આશ્રિત જનોને ઇચ્છિત ફળ આપવામાં હમેશ કલ્પવૃક્ષ જેવા, ઈન્દ્રોના સમૂહથી સત્કારપૂર્વક પુજાએલા, અને રાગ દ્વેષને જીતનાર, શ્રી વીર ભગવાનને નમસ્કાર કરી અને ગુરૂના પણ ગુરૂ શ્રી અજરામરજી સ્વામીનું હદય-પ્રદેશમાં સ્મરણ કરી, ભવ્ય જીવોના ભવભ્રમણને નાશ થાય તેવો બોધ આપનાર “ભાવના-શતક 2 નામનો આ ગ્રંથ રચવામાં આવે છે.
વિવેચન–ગ્રંથની શરૂઆતમાં ઈષ્ટદેવનમકારાદિરૂપ મંગળાચરણ કરવાની પદ્ધતિ, શિષ્ટાચારને અનુસરનારી હોવા ઉપરાંત, “એરિ વહુવિજ્ઞાનિ” એ નિયમાનુસાર ગ્રંથ સમાપ્તિરૂપ શ્રેયઃ કાર્યમાં આવતાં વિજોને પણ દૂર કરનાર મનાય છે. એટલા માટે ગ્રંથકારનું લક્ષ્ય મંગળાચરણમાં નમસ્કરણીય કોઈ ઈષ્ટ વ્યક્તિ તરફ ખેંચાય