SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ -- ૨૩ અશુચિ ભાવના. રાખ થશે રણમાં બળીને બધી, કંચનના સરખી શુભ કાયા.” બીજા એક વિદ્વાને પણ કહ્યું છે કે – કિતને મુફલીસ હો ગયે, કિતને તવંગર હો ગયે, ખાખમે જબ મીલ ગયે, દાનું બરાબર હે ગયે, ૧ ! જ્યારે આ શરીરની વર્તમાન સ્થિતિ અપવિત્રતાથી ભરેલી છે અને ભવિષ્યની સ્થિતિ નાશ પામવાની છે, ત્યારે તેવા શરીર ઉપર મોહ રાખી વિષયોમાં ફસાઈ રહી અમૂલ્ય તકને ગુમાવે તે ડાહ્યો નહિ પણ મૂર્ખ જ ગણાય. ક્યો સુજ્ઞ માણસ આવી જાતની મૂર્ખતા પસંદ કરે ? કોઈ નહિ. સુજ્ઞ માણસ તો અશુચિ ભાવનાથી શરીરની આંતરિક સ્થિતિને વિચાર કરી તેનાથી શ્રેયઃ સાધવાનો જ પ્રયત્ન કરશે. (૪૯)
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy