SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિ ભાવના એ પણ એક દુઃખનું કારણ છે. જાજરૂમાં કે ગંદકીવાળા સ્થાનમાં રહેવું તે કોને ગમે? દુઃખનું બીજું કારણ શરીરની અનિત્યતા છે. જે વસ્તુ ઈષ્ટ માની લીધી છે, તે વસ્તુને ઘસારો લાગતાં કે તેને નાશ-વિયોગ થતાં માણસને દુઃખ થાય એ સ્વાભાવિક છે. ચહુ जे केइ सरीरे सत्ता, वण्णे स्वे य सव्वसो। मणसा कायवक्केणं, सव्वे ते दुखसंभवा ॥ १॥ ઉ. અ. ૬. ગા. ૧૨. અર્થ—જે કોઈ માણસ શરીરમાં કે તેના રૂપ-લાવણ્યમાં અતિ મોહ–આસક્તિ મને વચને અને કાયાયે કરી રાખે છે તે સને અંતે દુખના ખાડામાં ઉતરવું પડે છે. देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि । देहस्थ एव भजसे भवदुःखजालम् ॥ लोहाश्रितो हि सहते घनघातमग्नि बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥१॥ અધ્યાત્મ-કલ્પકુમઅર્થ–હે ભદ્ર! દેહમાં મેહ પામીને તેને માટે વિષયાસક્ત બની તું શા માટે પાપકર્મ કરે છે?હને ખબર નથી કે આત્મા દેહમાં રહીને જ સંસારના દુઃખને અનુભવે છે? જેમ અગ્નિ લેહને સંગી ન થાય તો તેને ઘનના ઘા ખમવા ૫ડતા નથી. પણ લોઢાને આશ્રય કરે છે ત્યારે તેને ઘનના ઘા ઝીલવા પડે છે; તેમ અગ્નિ જેવા તેજસ્વી આત્માને શરીરરૂ૫ લોહને સંગ ન હોય, પણ આકાશની પેઠે નિર્લેપતા-અનાશ્રિતપણું હેય તે કોઈ જાતની બાધાપીડા તેને ખમવી ન પડે. ઉત્તરાધ્યયન અને અધ્યાત્મ કલ્પદ્રુમના પદ્યમાં શરીરની આસક્તિ દુ:ખના સબલ કારણરૂપે દર્શાવી છે. હરિણ સ્વર-શબ્દની આસક્તિમાં, પતંગી રૂપની આસક્તિમાં, ભમરે
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy