SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ભાવનાશતક બાજનની દુન્ય ઉછળવા લાગી. એકદમ બધા રાજાઓએ નાક આડે રૂમાલ ધર્યું તાપણુ દુર્ગંધથી મગજ ક્ાટી જતું હતું. આ પ્રસંગે મલ્લિકુમરીએ સૌને ઉદ્દેશી કહ્યું: અહા રાજા ! જે વસ્તુને હમણાં તાકી તાકી તમે જોતા હતા તેની સુગ કેમ કરે છે!? જેનું આટલું સ્વરૂપ હતું તેમાંથી કેવી દુર્ગંધ ઉછળે છે ? અહે સજ્જના! આ મારા શરીરની પણ એવી જ સ્થિતિ છે. ઉપરથી આવું સુંદર છે પણ અંદર આવી દુર્ગંધી-અપવિત્ર વસ્તુ સિવાય જાં કંઈ નથી. જે લેાજન હું જમું છું તેને એકેક કાળીયા આની અંદર હું નાંખતી હતી. તે સુ ંદર ભોજનનું કેવું પરિણામ થયું તે તમે નજરે જુએ છે, તેા પછી મારા ઉપર શું વ્યામાહ પામેા છે ? એકેક કાળીયાની આટલી દુર્ગંધ નીકળે છે તો મારા શરીરમાં રાજ ૩૨ કાળીયા પડે છે તેની કેવી પરિણત થતી હશે? યાદ તા કરી કે આપણે આગલા ત્રીજા ભવમાં કેવા ભાવથી સસાર છેડી નીકળ્યાં હતાં ? આ વચના સાંભળી રાજાઓએ મહાપા કર્યાં કે તેની સાથે જાતિ સ્મરણ જ્ઞાન થયું. વૈરાગ્ય પામી લડાઈ બંધ કરાવી, મલ્લિકુમરીની સાથે દીક્ષા લીધી. સયમ લઈ આત્માનું શ્રેય સાધ્યું. માણુસના શરીરની એક ધરની સાથે સરખામણી થઈ શકે છે. ધરને લાકડાના થાંભલાનેા આધાર હાય છે, તેમ શરીરને પગનાં હાડકાંના આધાર છે. થાંભલે સલધન એક હોય છે ત્યારે પગનાં હાડકાંના કકડા કકડા ગોઠવેલા હાય છે તેથી શરીરરૂપ ધર ઉઠતું ખેસતું થઈ શકે છે. ધરની ભિંતા ઈંટાની કે પથ્થરનાં ચેાસલાંની બનેલી હાય છે, તેમ શરીરની ભિંતા કરેડના મણુકા અને પાંસળીઓનાં હાડકાંની બનેલી છે. ઈંટ અને પથ્થરના ખાંચાઓમાં જેમ ચુને કે માટી પૂરવામાં આવે છે તેમ હાડકાંના સાંધા માંસના લેાચાથી પૂરવામાં આવ્યા છે. શરીરરૂપ ધરના ત્રણ માળ છે. પગથી કમરસુધી પહેલા માળ, કંઠ સુધી બીજો માળ, અને કઠ ઉપર ત્રીજો માળ.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy